હોમગાર્ડની ભરતીની દોડમાં યુવકનું હૃદય બેસી જતા મોત, બાળપણમાં અનાથ થયો હતો, હવે તેના બે બાળક પિતા વિનાના

મોડાસા: અરવલ્લી જિલ્લામાં હોમગાર્ડની ભરતી પ્રક્રિયામાં એક આઘાતજનક ઘટના બનતા ભારે ગમગીની છવાઈ હતી. મોડાસા તાલુકાના સાકરીયા નજીક આવેલા પોલીસ પરેડ મેદાનમાં હોમગાર્ડના ફિઝિકલ ટેસ્ટમાં ભીલકુવા ગામનો યુવક દોડતી વખતે અચાનક છાતીમાં અસહ્ય દુઃખાવો થતાં તાબડતોડ સારવારાર્થે તેને હોસ્પિટલ ખસેડાતા સારવાર મળે તે પહેલા યુવકે દમ તોડી દેતા ભારે ગમગીની છવાઈ હતી. બાળપણમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર યુવક હોમગાર્ડની રેસમાં જંગ હારી જતાં તેના બે બાળકો નિરાધાર બન્યા હતા. યુવકના મોતના પગલે પરિવારજનો દોડી આવ્યા હતા અને તેમના ભારે આક્રંદથી વાતાવરણમાં ભારે શોકની લાગણી છવાઈ હતી.

પીએસઆઇ અને લોકરક્ષક દળ સહિત હોમગાર્ડની પરીક્ષાઓ માટે રાજ્યના યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોલીસ ફોર્સમાં જોડાવવા રાજ્યના યુવાનો દિવસ-રાત મહેનત કરી રહ્યા છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં હોમગાર્ડની ભરતી પ્રક્રિયામાં મોટી સંખ્યામાં યુવાનો ઉમટી રહ્યા છે. મોડાસાના સાકરીયા નજીક આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ટીંટોઈ-સરડોઇ બીટના ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રવિવારે સવારે હોમગાર્ડ ભરતીની ફિઝિકલ પરીક્ષામાં ભીલકુવા ગામનો ઉત્સાહી યુવાન રણજીતસિંહ પરમાર દોડી રહ્યો હતો. ત્યારે અચાનક યુવકનું હૃદય બેસી જતા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે યુવકને મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં સારવારાર્થે ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.

હોમગાર્ડની ભરતીમાં નોકરીની રેસમાં રણજીતસિંહ જંગ હારી જતાં મૃતકના પરિવાજનો, સગા-સબંધીઓ અને મિત્રો મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને આક્રંદ કરી મૂકતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતક યુવકે બાળપણમાં તેના માતા-પિતાની છત્રછાયા ગુમાવતા તેના કાકાએ તેનો ઉછેર કર્યો હતો. મૃતક યુવકને 3 વર્ષ અને 7 મહિનાના બે સંતાન છે, ત્યારે મૃતક યુવકની જેમ તેના બંને બાળકોએ પણ પિતાની છત્રછાયા ગુમાવી છે.

પરિવારના જીવનનિર્વાહ માટે યુવાઓ પરસેવો પાડી રહ્યા છે. જ્યાં મળે ત્યાં નોકરી કરવા તત્પર યુવાઓ ખાનગી હોય કે સરકારી પ્રયત્ન કરીને નોકરી મેળવવા પ્રતિબદ્ધ છે. ત્યારે રાજ્યમાં વિવિધ જિલ્લામાં હોમગાર્ડની ભરતી ચાલી રહી છે. ત્યારે અરવલ્લીમાં મોડાસામાં તાલુકાના ભીલકુવા ગામનો યુવક માતા-પિતાની બાળકમાં જ છત્રછાયા ગુમાવી હતી. ત્યારે કાકાએ ઉછેરીને મોટો કર્યો હતો. ત્યારે નોકરી મેળવવા માટે પ્રયાસ કરી રહ્યો છે. માતા-પિતાના મોત બાદ યુવાન થતાં સ્વજનોએ લગ્ન કરાવતા 2 બાળકોનો પિતા બન્યો હતો. પરિવારના નિર્વાહની જવાબદારી વચ્ચે તેણે સાકરીયા કેમ્પ ખાતે ભરતીમાં ભાગ લીધો હતો. જો કે ભરતીની દોડ દરમિયાન પરિવારનો અધવચ્ચે જ સાથ છોડી દીધો હતો. તેથી તેની પત્ની અને ત્રણ બાળકો પર આભ ફાટ્યુ છે.

error: Content is protected !!