યુવતીના કપાઈ ગયેલા હાથની જગ્યાએ નાખ્યા યુવકના હાથ ને હવે જે થયું તે જોઈને ચમકી જશો

મહારાષ્ટ્રના પુણેમાં રહેતી 21 વર્ષીય શ્રેયા સિદ્દનાગોદરના હાથનો રંગ હવે સંપૂર્ણ શરીરનાં રંગ જેવો જ છે. ત્રણ વર્ષ પહેલાં, જ્યારે ઈન્ટર-જેન્ડર હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો હતો, ત્યારે તેના હાથનો રંગ અલગ હતો. તે કહે છે, “મને ખબર નથી કે ત્વચાનો રંગ કેવી રીતે બદલાયો. શરૂઆતમાં, પહેલાં મને મારા હાથ મારા લાગતા ન હતા. તેને લઈને મને ચિંતા થતી હતી, પરંતુ હવે મને લાગે છે આ મારા જ હાથ છે.

શું છે આખો મામલો : શ્રેયાએ કહ્યું કે, “2016 માં એક અકસ્માતમાં તેણે પોતાના હાથ ગુમાવ્યા હતા. 2017 માં, કોચિમાં અમૃતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ) માં ઓપરેશન્સ થયુ હતુ. દોઢ વર્ષ સુધી ફિઝિયોથેરાપી ચાલી હતી. તે પહેલું એશિયન ઈન્ટર-જેન્ડર હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ હતું. જો કે, પહેલા મેં પ્રોથેસ્ટિક હાથનો ઉપયોગ કરવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ બાદમાં સર્જરી કરવાનું નક્કી કર્યું. પહેલાં હાથનો રંગ આખા શરીર જેવો નહોતો. ટ્રાન્સપ્લાન્ટ કરાયેલાં હાથનો રંગ શ્રેયાનાં રંગ કરતાં શ્યામ હતો, પરંતુ બાદમાં થોડા સમયમાં જ હાથોનો રંગ બદલાવા લાગ્યો હતો.” એક આંકડા મુજબ, દુનિયાભરમાં 200 કરતાં પણ ઓછા હાથ ટ્રાન્સપ્લાન્ટ થયા છે. અને ક્યાંય પણ હાથનો રંગ અને આકાર બદલાવાનાં આંકડા ઉપલબ્ધ નથી. ડોક્ટર્સનું કહેવું છેકે, આ આ પ્રકારનો આ પહેલો મામલો છે. આ પહેલાં અફઘાનિસ્તાનમાં પણ આવો કિસ્સો સામે આવ્યો હતો.

કોણે હાથ ડોનેટ કર્યો : સચિન એર્નાકુલમનાં રાજગિરી કોલેજનો બી.કોમનો વિદ્યાર્થી હતો. 9 ઓગષ્ટ 2017નાં રોજ બાઈક પર જઈ રહ્યો હતો તે સમયે તેનો અકસ્માત થયો હતો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ડોક્ટર્સે તેને બ્રેનડેડ જાહેર કર્યો હતો. તે સમયે તેનાં પરિવારનાં લોકોએ તેનું શરીર ડોનેટ કરવાનું નક્કી કર્યુ હતુ. તો બીજી તરફ શ્રેયાનાં પિતા ડોનર શોધી રહ્યા હતા. તેજ સમયે તેમને ફોન ગયો અને તેમણે 9 ઓગષ્ટ 2017નાં રોજ જ શ્રેયાનું ઓપરેશન કરવાનું નક્કી કર્યુ હતુ. 13 કલાક ઓપરેશન ચાલ્યુ હતુ, જેમાં 20 ડોક્ટર્સ સામેલ હતા. ઓપરેશન બાદ શ્રેયાને દોઢ વર્ષ સુધી ફિઝીયોથેરાપી આપવામાં આવી હતી.

હોર્મોનલ બદલાવ પણ હોઈ શકે કારણ : ઓપરેશનમાં ટીમનો હિસ્સો રહેલા એક પ્લાસ્ટિક સર્જન ડો.મહિત શર્માએ કહ્યું હતું કે, ઈન્ટર-જેન્ડર હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ અંગે હજી સુધી વધુ સંશોધન થયું નથી. એવું અનુમાન છે કે આ યુવતીમાં હોર્મોનલ પરિવર્તનને કારણે આવું બની શકે છે. તેમ છતાં, વિશ્વભરમાં 200 જેટલા હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે, સ્કીન ટોનમાં બદલાવનો કોઈ રેકોર્ડ નથી. આ પહેલો કેસ હોઈ શકે.

બદવાલ રેકોર્ડ કરી રહ્યા છે : એઈમ્સના પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ડો.સુબ્રમણ્ય અય્યરે મીડિયાને જણાવ્યું હતું કે, અમે સાયન્ટિફિક જર્નલમાં હેન્ડ ટ્રાન્સપ્લાન્ટના બે કેસ પ્રકાશિત કરવા માગીએ છીએ. અમે હાલમાં શ્રેયાના હાથના રંગનો બદલાવ રેકોર્ડ કર્યો છે, પરંતુ આંગળીઓ અને હાથની બનાવટમાં બદલાવને સમજવા માટે હજી થોડું વધુ સંશોધન કરવું પડશે. સંશોધન પ્રકાશિત કરવામાં સમય લાગશે.

શ્રેયા હવે ધીમે ધીમે ઠીક થઈ રહી છે.

error: Content is protected !!