ન્યૂયર પહેલા બુટલેગરો બન્યા બેફામ, શહેરના રીંગ રોડથી પર છુપાવીને લવાતો લાખોનો દારૂ ઝડપાયો

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી રીંગરોડ તરફથી દારૂ ઘૂસાડવામાં આવી રહ્યો છે. જેમાં કેટલાક શંકાસ્પદ લોકોની મદદ મળે છે અને મસમોટું દારૂનું નેટવર્ક ચાલી રહ્યું છે. જેલમાં બંધ બંસી મારવાડી પકડાયા બાદ પણ તેના માણસો અમદાવાદની ફરતી આવેલા રીંગરોડથી દારૂ ઘુસાડી રહ્યા છે. આ બુટલેગરોમાં અલગ અલગ વિસ્તારમાં દારૂ ઘુસાડતા હોવાની માહિતી વિજિલન્સને મળી છે. અમદાવાદ અને ગ્રામ્યને અડીને આવેલા રીંગરોડ અસલાલી પાસે 31 ડિસેબર પહેલા કાપડના રો મટીરીયલની અંદર છુપાવીને લવાતો 17.50 લાખનો દારૂ સહિત 40 લાખનો મુદ્દામાલ વિઝીલનસની ટીમે ઝડપી લીધો છે.

ટ્રકમાંથી નાની ગાડીમાં દારૂની હેરાફેરી
અમદાવાદ જિલ્લાના અને શહેરને અડીને આવેલા અસલાલી રીંગરોડ પાસે દારૂની ગાડીનું કટીંગ થઇ રહ્યું હોવાની બાતમી સ્ટેટ વિજિલન્સ વિભાગને થઈ હતી. મોડી રાતે ટ્રકમાંથી નાની ગાડીઓમાં દારૂ અને બીયરની બોટલોની હેરફેર થતી હતી. તે સમયે રેડ થતા પોલીસે કપડાના રો મટીરીયલમાં છુપાયેલો દારૂ અને દારૂની હેરફેર કરનાર આરોપીઓની ધરપકડ કરી છે.

31મી ડિસેમ્બર પહેલા બુટલેગરો બેફામ
31મી ડિસેમ્બરે અમદાવાદ શહેર અને જિલ્લામાં મોટા પ્રમાણે દારૂનો વેચાણ અને ઉપયોગ થતો હોય છે. તે માટે બુટલેગરો એક્ટિવ થઇને મોટા પ્રમાણમાં અન્ય રાજ્યમાંથી દારૂ લાવીને દારૂ પીનાર લોકો સુધી પહોંચાડે છે. છેલ્લા ઘણા સમયથી અમદાવાદના રીંગ રોડને અડીને આવેલા પોલીસ સ્ટેશનમાં શંકાસ્પદ ગતિવિધિ બુટલેગરોને મદદ થતી હોવાની વાત સામે આવી છે. પરંતુ તેને આંખ આડા કાન કરીને ચાલવા દેવા પાછળ સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઇ અને તેમના કહેવાતા માણસો મોટી ગોઠવણ કરી લે છે.

સરદારનગરમાં દારૂનું કટિંગ થઈ અન્ય વિસ્તારમાં જતું
અમદાવાદ જિલ્લામાં એક PSI કક્ષાના અધિકારીને ડેપ્યુટેશન પર લાવવા પાછળ પણ અનેક તર્ક-​​​​​વિતર્કો થઇ રહ્યા છે. તેની ગતિવિધિ પણ ખૂબ શંકાસ્પદ હોવાની વાત ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી ગઈ છે. પરંતુ કોઈ આઇપીએસના મદદના કારણે તેને સતત જવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેરમાં બંસી મારવાડીની ધરપકડ બાદ બંસીના પિતરાઈ ભાઈઓ રખિયાલનો રવિન્દ્ર તેમજ સરદાર નગરનો સાવન દારૂની હેરફેર સાથે સીધા કનેક્ટ હોવાનું જાણવા મળી રહ્યું છે. સરદાર નગર વિસ્તારમાં દારૂનું કટિંગ થઈને અન્ય અન્ય પોલીસ સ્ટેશનની હદમાં જતું હોવાનું જાણવા મળી રહ્યું છે

error: Content is protected !!