આ ખેડૂતે ઉગાડ્યું દુનિયાનું સૌથી મોઘું શાકભાજી, 1 કિલો શાકભાજીની કિંમત સાંભળીને આવી જશે ચક્કર…!

શરીરને સ્વસ્થ રાખવા માટે ડોક્ટરો શાકભાજી ખાવાનું વધારે કહે છે જેના કારણે લગભગ દરેક ઘરમાં રોજ શાક બને છે. લીલી અને તાજી શાકભાજી ખરીદવા આપણે બધા દરરોજ માર્કેટમાં જતા હોઇએ છીએ જ્યાં સસ્તીથી લઇને મોંઘી બધી જ પ્રકારના શાકભાજી મળી રહે છે. મોંઘામાં મોઘું શાક 100 રૂપિયાની આસપાસ મળી રહે છે તેનાથી વધારે ભાવ હોય તો સામાન્ય લોકો ખરીદવાનું ટાળી દે છે.

એક લાખ રૂપિયા કિલોના ભાવે વેચાય છે આ શાકભાજીઃ પરંતુ આજે અમે તમને એક એવી શાકભાજી દેખાડવા જઇ રહ્યાં છીએ જેની કિંમત 1 લાખ રૂપિયા કિલો છે. આટલા મોંઘા શાકભાજીની ખેતી વિદેશમાં નહીં પરંતુ ભારતમાં જ થઇ રહી છે. જેને બિહારના ઔરંગાબાદમાં અમરેશ સિંહ નામના ખેડૂત દ્વારા ઉગાડવામાં આવી રહી છે. આ શાકભાજી દુનિયાની સૌથી મોંઘા શાકભાજી માનવામાં આવી રહ્યું છે.

શું છે નામ?: આ મોંઘા શાકનું નામ પણ ખુબ જ અજીબોગરીબ છે. આ હોટ-શૂટ્સ (hop-shoots) કહેવામાં આવે છે. આ શાકની ખેતી ખુબ જ ઓછા લોકો જ કરે છે. આથી જ ઘણા લોકોને તેના વિશે ખબર નથી. આમ તો એક લાખ રૂપિયા કિલો વેચાતી આ શાકના ગ્રાહક પણ ગણ્યા ગાઠ્યા છે.

બિહારનો આ ખેડૂત યુવાન કરી રહ્યો છે ખેતી: આ અનોખી અને મોંઘા શાખની જાણકારી IAS અધિકારી સુપ્રિયા સાહુએ પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર આપી છે. તેઓ શાક અને તેને ઉગાડનારા ખેડૂતની તસવીર શેર કરી કેપ્શનમાં લખ્યું છે કે આ એક કિલો શાકની કિંમત એક લાખ રૂપિયા છે. આ દુનિયાનું સૌથી મોઘું શાક હોટ શૂટ્સ છે. આ શાકને બિહારના ખેડૂત અમરેશ સિંહ દ્વારા ઉગાડવામાં આવી રહ્યું છે. આ ભારતમાં પ્રથમ એવું શાક છે. ભારતીય ખેડૂતો માટે આ ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે.

આ શાક મોંઘું હોવાનું અનેક કારણ છે. જેમ કે તેનો ઉપયોગ બીયરમાં ફ્લેવરિંગ એજન્ટ રૂપમાં થાય છે. આ સિવાય તેનો ઉપયોગ હર્બલ મેડિસનમાં પણ કરવામાં આવે છે. માનવામાં આવી રહ્યું છે કે આ શાક આપણા શરીરના કેન્સર સેલ્સ ખતર કરી નાખે છે. એટલું જ નહીં રૂટીન શાકની જેમ જ ખાઇ શકો છો.

શું તમે એક લાખ રૂપિયા કિલોની કિંમતનું આ શાક ખરીદવાનું પસંદ કરશો ? કોમેન્ટ કરી જરૂર જણાવો તમારો જવાબ..

error: Content is protected !!