મહિલાએ બચાવ્યાં 24-24 યાત્રિકોના જીવ, આખી વાત જાણીને મહિલાને કરશો સાલમ

એક ઘણી જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘણી જ ઝડપથી દોડતી સરકારી બસના ડ્રાઈવરને અચાનક જ વાઈ આવી હતી અને તે સ્ટીઅરિંગ સીટ પરથી પડી ગયો. બસ બેકાબૂ થઈને ખીણમાં પડવાની જ હતી કે બસમાં સવાર એક મહિલાએ અદમ્ય સાહસ દાખવીને 24 લોકોના જીવ બચાવ્યા. મહિલાએ સ્ફુર્તિ દેખાડીને બસનું સ્ટીઅરિંગ સંભાળ્યું અને બસને ખીણમાં પડતા બચાવી હતી. મહિલાના આ સાહસિકતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે બસ ચલાવતા નજરે પડે છે.

સાહસનું આ ઉદાહરણ પુરું પાડ્યું છે પુણેમાં રહેતા યોગિતા ધર્મેન્દ્ર સાતવ નામની મહિલાએ. 42 વર્ષનાં યોગિતાએ ન માત્ર બસને ખીણમાં ખાબકતા ઉગારી પરંતુ તેને 10 કિલોમીટર સુધી ચલાવીને તમામ યાત્રિકોને સુરક્ષિત સ્થાને પહોંચાડ્યા, એટલું જ નહીં બસના ડ્રાઈવરને સારવાર માટે એક પ્રાઈવેટ હોસ્પિટલમાં પણ દાખલ કરાવ્યો.

યોગિતાએ જણાવ્યું કે, તેઓ કાર ચલાવવાનું જાણતા હતા પરંતુ ક્યારેય બસ ચલાવી ન હતી. ડ્રાઈવર અને અન્ય યાત્રીઓના જીવ ખતરાંમાં જોતા બસ ચલાવવાનો નિર્ણય લીધો. મૂર્છિત ડ્રાઈવરને સાઈડમાં કર્યો અને તે પછી બસનું સ્ટીઅરિંગ સંભાળ્યું. સૌથી પહેલાં ડ્રાઈવરને સારવારની જરૂર હતી. તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવ્યો અને પછી અન્ય સાથી મહિલા યાત્રિકોને તેના ડેસ્ટિનેશન સુધી પહોંચાડ્યા.

જાણકારી મુજબ પુણેના વાઘોલીની 23 મહિલાઓનું ગ્રુપ 7 જાન્યુઆરીએ શિરુર તાલુકાના મોરાચી ચિંચોલીમાં ફરવા માટે ગયા હતા. ત્યારે જ આ ઘટના ઘટી હતી. આ દરમિયાન ડ્રાઈવરને વાઈ આવતા તે પડી ગયો હતો. બસમાં સવાર મહિલાઓ અને તેમની સાથેના બાળકો જ્યારે ડરી ગયા અને બુમો પાડવા લાગ્યા તેમજ રડવાનું શરૂ કર્યું. ત્યારે યોગિતાએ બસના સ્ટીઅરિંગ સંભાળ્યું હતું અને તેને ચલાવતા ગામડે સુધી લઈ ગયા હતા.

અહીં જ તેમને પ્રાઈવેટ હોસ્પિટલમાં ડ્રાઈવરને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો. હાલ ડ્રાઈવરની સ્થિતિ સારી છે અને ડોકટર્સનું કહેવું છે કે તેને ટૂંક સમયમાં જ ડિસ્ચાર્જ કરવામાં આવશે. સંકટના સમયે યોગિતાએ બસનું સુકાન સંભાળ્યું અને જે રીતે ડ્રાઈવર તેમજ બીજી મહિલાઓનો જીવ બચાવ્યો, ત્યારે યોગિતાના અદમ્ય સાહસ બદલ ચારેબાજુથી પ્રશંસા થઈ રહી છે.

યોગિતાએ જણાવ્યું કે તેને 10 કિલોમીટર સુધી બસ ચલાવીને તેમાં સવાર તમામ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા. વાઘોલી ગામના પૂર્વ સરપંચ જયશ્રી સાતવ પાટિલે પોતાના સહયોગી અને પિકનિકના આયોજક આશા વાઘમારેની સાથે યોગિતા સાતવના ઘરે જઈને તેમને સન્માનિત કર્યા. જયશ્રી સાતવનું કહેવું છે કે ફોર વ્હીકલ તો ઘણી મહિલાઓ ચલાવે છે, પરંતુ ગંભીર પરિસ્થિતિમાં બસ ચલાવીને જે કામ વાઘોલીના યોગિતા સાતવે કર્યું છે, તે હકિકતમાં હિંમતનું કામ છે. તેઓએ પુરવાર કરી દીધું કે સમાજમાં મહિલાઓ કોઈ પણ લેવલ નબળી નથી.

error: Content is protected !!