પરણિતાએ પંખા સાથે ફાંસી લગાવી જીવન ટૂંકાવી લીધું, પિયરનાં લોકો પર લગાવ્યા ગંભીર આરોપો

દિવાળી પહેલા ઉત્તર-પૂર્વ દિલ્હીના ન્યુ ઉસ્માનપુર વિસ્તારમાં એક ઘરમાં ખુશીની જગ્યાએ શોક છવાઈ ગયો હતો. ઘરેલુ વિવાદના કારણે મહિલાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. મૃતકની ઓળખ રિતુ (26) તરીકે થઈ છે. મહિલાએ મૃત્યુ પહેલા તેની માતાને છેલ્લી વખત ફોન કરીને કંઈક એવું કહ્યું હતું કે તેની માતાને ખ્યાલ પણ ન હતો કે તે તેની પુત્રી સાથે છેલ્લી વખત વાત કરી રહી છે. રિતુએ આત્મહત્યા કરતા પહેલા એક સુસાઈડ નોટ પણ લખી નથી, જેના કારણે પોલીસને પણ પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.

રીતુની આત્મહત્યાની જાણ થતાં જ રિતુના પરિવારના સભ્યો તેના સાસરે પહોંચી ગયા હતા. પરિવારજનોની હાજરીમાં પોલીસે જ્યારે તેના રૂમનો દરવાજો તોડ્યો તો મૃતદેહ શાલની મદદથી પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસને મૃતક પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. પરિવારજનોનો આરોપ છે કે સાસરિયાઓએ તેની હત્યા કરી લાશને લટકાવી દીધી છે.

પોલીસ અને પ્રાદેશિક એસડીએમ આ મામલાની તપાસ કરી રહ્યા છે. તપાસ બાદ તથ્યોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર રિતુ તેના પરિવાર સાથે બ્રહ્મપુરીના ગલી નંબર-12માં રહેતી હતી. ડિસેમ્બર 2017માં તેના લગ્ન કર્મવીર નામના યુવક સાથે થયા હતા. હાલમાં તેઓને ત્રણ વર્ષની પુત્રી અને દોઢ વર્ષનો પુત્ર હતો.

રિતુએ સોમવારે સવારે 11.00 વાગ્યે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. પતિએ તરત જ મોતી નગરમાં તેના પરિવારજનોને જાણ કરી. સમાચાર મળતા જ પરિવારજનો ત્યાં પહોંચી ગયા હતા. તે સમયે પોલીસ પણ ત્યાં હતી. પોલીસે રિતુના મૃતદેહને તેના માતા-પિતાની હાજરીમાં પંખા ઉપરથી નીચે ઉતાર્યો હતો. રિતુની બહેન સાનિયાએ જણાવ્યું કે લગભગ 10 વાગ્યે તેની બહેને તેની માતાને ફોન કરીને કહ્યું કે તે જીવનથી પરેશાન છે અને હારી ગઈ છે.

રીતુએ રડતા રડતા ફોન મૂકી દીધો. આ પછી તેના બનેવી કર્મવીરે રિતુના મૃત્યુ અંગે પરિવારને જાણ કરી. પરિવારનો આરોપ છે કે કર્મવીર અને તેનો પરિવાર રીતુને ખૂબ માર મારતા હતા. આ વાતથી તે પરેશાન થઈ ગઈ હતી. પોલીસે પરિવારજનોની પૂછપરછ કરીને મામલાની તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!