જ્યારે રજનીકાંતને ભિખારી સમજી મહિલાએ આપી હતી ભીખ, બાદમાં જે થયું તે જાણી હોશ ઉડી જશે

સાઉથના સુપરસ્ટાર રજનીકાંતનો 67મો જન્મદિવસ 12 ડિસેમ્બરે હતો. સુપરસ્ટાર રજનીકાંતના જન્મદિવસ નિમિત્તે તેમની સાથે જોડાયેલી એક ઘટના ખૂબ ચર્ચામાં હતી. આપણે બધા જાણીએ છીએ કે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સિવાય રજનીકાંતને સમગ્ર વિશ્વમાં ભગવાનની જેમ પૂજવામાં આવે છે. પરંતુ, તેની સાથે જોડાયેલી એક ઘટના જાણીને તમને ખૂબ આશ્ચર્ય થશે કે એક મહિલાએ તેને ભિખારી સમજીને 10 રૂપિયા ભીખ તરીકે આપ્યા.

શું તમે એ વાત પર વિશ્વાસ કરી શકો છો કે પૂરી દુનિયામાં ભગવાનની જેમ પૂજાતા મશહૂર રજનીકાંતને કોઈ ભિખારી પણ સમજી શકે છે? આ એકદમ સાચી વાત છે. લગભગ 10 વર્ષ પહેલા રજનીકાંતને ભિખારી ગણીને એક મહિલાએ 10 રૂપિયા ભીખના રુપમાં આપ્યા હતા.

આ ઘટના તે સમયની છે જ્યારે રજનીકાંતની ફિલ્મ ‘શિવાજી’ વર્ષ 2007માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળ રહી હતી. તેનાથી ખુશ થઈને રજનીકાંત તેના સાથીઓ સાથે મંદિરમાં ભગવાનના દર્શન કરવા વેશ બદલીને મંદિરમાં ગયા.

એક મહિલાએ રજનીકાંતને ભિખારી સમજી લીધા, જ્યારે તે સાદા કપડાં પહેરીને મંદિરની સીડી ચઢી રહ્યા હતા. આ મહિલા પણ તેની સાથે મંદિરની સીઢી ચઢી રહી હતી. મહિલાએ રજનીકાંતને કમજોર વૃદ્ધ અને ભિખારી સમજીને 10 રૂપિયાની નોટ પકડાવી દીધી. મહિલાએ ભિખારી માનીને, મહિલાએ પકડેલી દસ રૂપિયાની નોટ રજનીકાંતે ચૂપચાપ પોતાની પાસે રાખી હતી, અને ના ન પાડી.

મહિલા દ્વારા આપેલી 10 રૂપિયાની નોટ લઈને રજનીકાંત પહોંચ્યા અને પોતાના પર્સમાંથી તમામ પૈસા અને તે 10 રૂપિયાની નોટને મિલાવીને ભગવાનના ચરણમાં મૂકી દીધા. આ બધું ત્યાં ઉભેલી મહિલા પણ જોઈ રહી હતી અને તેણે રજનીકાંતને ઓળખી લીધા.

તે તરત જ રજનીકાંત પાસે ગઈ અને તેની માફી માંગી અને તેણે આપેલા દસ રૂપિયા પાછા માંગ્યા. રજનીકાંતે મહિલાને કહ્યું કે તમે આપેલા દસ રૂપિયા મારા માટે આશીર્વાદ છે. આ ઘટના સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં આવી હતી.

error: Content is protected !!