પત્નીના આડાસંબંધની જાણ થતા પતિએ પત્નીનું ઢાળી દીધું ઢીમ, અંતે આ રીતે ફુટ્યો ભાંડો

નવસારી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના મુખ્ય મથક ચીખલીને અડીને આવેલા થાલા ગામની હદમાં સાંજના સમયે એક પ્લાસ્ટિકના પીપમાં સેલોટેપથી પેક કરેલી હાલતમાં એક મહિલાની લાશ મળી આવી હતી. આ મહિલાની લાશનો કબજો પોલીસે લઈ પોસ્ટમોર્ટમ થતા ચોકાવનારી હકીકતો બહાર આવી હતી.

જેમાં આ મહિલાની કરપીણ હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. હત્યારાએ આ મહિલાને ગળાના ભાગે કોઈ તીક્ષણ હથિયાર વડે મારી તેનું ગળુ કાપી નાખી તેમજ માથાના પાછળના ભાગે જોરદાર ઘા માર્યો હોવાનું બહાર આવ્યું હતું. ચીખલી નજીકના આવેલા થાલા ગામની હદમાં સાંજના સમયે ભૂરા કલરના પ્લાસ્ટિકના કેનમાં સેલોટેપથી પેક કરેલી હાલતમાં એક મહિલાની લાશ મળી આવી હતી.

આ મહિલાની લાશનો કબજો ચીખલી પોલીસે લઈ ચીખલી રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને જેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતા કેટલીક ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી. વલસાડ જિલ્લાના કપરાડામાં રહેતા 40 વર્ષીય ઇન્દ્રજીત ગૌતમે પોતાની પત્નીને તેના કથિત પ્રેમી સાથે જોઈ જતા તે દિવસથી પતિના મગજમાં પત્નીને રહેંસી નાખવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો.ત્યારે કોઈ દિવસ પત્નીને માથાના ભાગે ગંભીર ઇર્જા પહોંચાડીને મોત નીપજવ્યું હતું. ત્યારે મારીને પ્લાસ્ટિકના કેનમાં પેક કરીને પગને સેલો ટેપ મારીને ફૂલપ્રુફ પ્લાન ઘડી કાઢયો હતો.10 વર્ષથી મિત્રતા હોવાના નાતે રાકેશ પટેલ કે જે કપરાડામાં રહીને ડ્રાઈવિંગના વ્યવસાય કરે છે તેની ઇકો કાર લઈને વ્યારા સ્ટેશન સુધી મૂકી યુ.પી ના મિર્ઝાપુર જવાનું કહીને 4 બાળકો અને અન્ય એક મિત્ર વલ્લભ માઢા સાથે પતિ ઇન્દ્રજીત ગૌતમ વ્યારા રેલવે સ્ટેશન જવાના રવાના થયા હતા.

ત્યારે આલીપોર અભેટા રોડ પહેલા મહિલાની લાશ અંગે ગંધ આવતા અને કેન ખુલી જતાં 2 મિત્ર અને પતિએ લાશને કચરાના ઢગ પાસે નિકાલ કરીને વ્યારા તરફ રવાના થયા હતા.અને ત્યાંથી પતિ ઇન્દ્રજીત 4 બાળકીઓ સાથે યુ.પી જવા રવાના થયો હતો.સમગ્ર કેસની તપાસ LCB ને સોંપતા ટેક્નિકલ સર્વેલન્સ અને CCTVની મદદથી શંકાસ્પદ Eco કાર પર ફોક્સ કરતા ડ્રાઇવર રાકેશ પટેલ અને વલ્લભ મોઢાની પોલીસ સ્ટાઈલમાં પૂછપરછ કરતા સમગ્ર હત્યાનો ભેદ ઉકેલાયો હતો.

હાલમાં 2 આરોપીની પોલીસે ધરપકડ કરીને મુખ્ય આરોપી અને હત્યારા પતિની ધરપકડ કરવા હેતુ એક ટીમ યુ.પી.મિર્ઝાપુર રવાના કરી છે.આ સમગ્ર પ્રકરણને લઈને જિલ્લા હેડક્વોર્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી.

error: Content is protected !!