પરણિત પ્રેમી પંખીડા મજા માણવા ઓરડીમાં ઘૂસ્યા ને પરિવારે બંનેને પૂરી દીધાં, પછી થયો મોટો કાંડ

એક શોકિંગ ઘટના સામે આવી છે. મહુધાના ખિલાડીથી ચુણેલ તરફ જવાના રસ્તા પર આવેલા શંકરપુરામાં બે પરિણીત પ્રેમી પંખીડા પરિવારોના હાથે ઝડપાઈ ગયા. મહેમદાવાદના સમસપુરના ભૂમિકાબેન (નામ બદલેલ છે.)ના લગ્ન શંકરપુરાના પ્રિતેશભાઈ (નામ બદલેલ છે) સાથે થયા હતા.અગાઉ આ પ્રિતેશ વેલ્ડર તરીકે લોકેશભાઈને ત્યા નોકરી કરતો હતો.પ્રિતેશના જણાવ્યા પ્રમાણે લગ્ન બાદ એક વખત લોકેશે તેઓની પત્ની ભૂમિકા ને ફોન કરી પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. જે મામલે ભૂમિકાએ ફરીયાદ કરતા તેઓએ લોકેશ ને ઠપકો આપ્યો હતો. જે બાદ લોકેસે નોકરી છોડી દીધી હતી.

સહકર્મીએ લાચારીનો ફાયદો ઉઠાવ્યો
થોડા સમય બાદ પ્રિતેશને ત્યા પુત્રનો જન્મ થયો હતો. અને બાળક બિમાર રહેતુ હોઈ બાળક જ્યારે પણ બીમાર પડે ત્યારે તે લોકેશ પાસે બાકી પગારની માંગ કરતો હતો. જ્યારે લોકેશ પ્રિતેશની લાચારીનો ફાયદો ઉઠાવવા દવાખાને સાથે મને લઇ જાય તો જ હું તને પૈસા આપુ તેવી જિદ્દ કરતો હતો.

ભાંડો ફૂટતા પરિણીતા પિયર જતી રહી
દિકરાની માંદગીનાં સમયગાળામાં લોકેશ અને ભૂમિકા વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેનો એક દિવસ ભાંડો ફૂટતા પ્રિતેશ અને લોકેશ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ ભૂમિકા પોતાના છ માસના બાળક ને મુકી પિયર ભાગી ગઈ હતી. આખરે સોમવારના રોજ ભૂમિકાને તેડી લેવાનું નક્કી થયું હતું. પરંતુ તે પહેલા જ ભૂમિકા પ્રેમી લોકેસ સાથે રંગેહાથ ઝડપાઈ ગયા.

પરિવારને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી બંનેને રૂમમાં પૂર્યાં
પ્રિતેશભાઈના જણાવ્યા પ્રમાણે લોકેશની પત્નિએ સોમવારની સવારે ૭ વાગ્યાની આસપાસ તેમનો ટેલીફોનીક સંપર્ક કર્યો હતો. અને જણાવ્યું હતું કે, ભૂમિકા અને લોકેશ પટેલના ખેતરની ઓરડીમાં ગઇ કાલ રાત્રિના રોકાયા છે. જેથી બંનેના પરિવારે સ્થળ પર પહોંચી તેમને ઓરડીમાં પુરી દેતા ભારે હોબાળો મચ્યો હતો, અને ગામના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી ગયા હતા. ​​​​​​​ઘટનાની જાણ થતા મહુધા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી, જેઓએ પ્રેમી પંખીડાને પોલીસ મથકે લઈ જઈ કાર્યવાહી હાથ ધરી હતી.

મહિલા છ માસના પુત્રને સાસરીમાં મુકી પિયર જતી રહી
પ્રેમ સંબંધ બાબતે પ્રિતેશ અને ભૂમિકા વચ્ચે ઝઘડો થયો હોઈ ભુમીકા તેના છ માસના પુત્રને સાસરીમાં મુકીને જ પિયર જતી રહી હતી. જે બાદ તે લોકેશને મળતી હતી. આજે સવારે પણ બંને પ્રેમી પંખીડા ખેતરની ઓરડીમાં ઝડપાયા ત્યારે પ્રિતેશે ભૂમિકા ને તેના બાળક વિશે એકવાર ના વિચાર્યું? તેમ કહી ઠપકો આપ્યો હતો.

error: Content is protected !!