ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા હોય તો ચેતી જજો, જાણીતી તમિળ એક્ટ્રેસ નિવેથાના ભોજનમાંથી વંદો નીકળ્યો

જાણીતી તમિળ તથા તેલુગુ એક્ટ્રેસ નિવેથા પેથુરાજે હાલમાં જ ઓનલાઈન ફૂડ ઓર્ડર એપ સ્વિગીમાંથી ફૂડ ઓર્ડર કર્યું હતું. જોકે, નિવેથા માટે આ અનુભવ ઘણો જ ભયાવહ સાબિત થયો હતો. નિવેથાના ફૂડમાંથી વંદો નીકળ્યો હતો અને તેણે આ આખો બનાવ સો.મીડિયામાં શૅર કર્યો હતો.

શું કહ્યું નિવેથાએ?
નિવેથાએ ફૂડમાં વંદો દેખાતો હોય તે તસવીર સો.મીડિયામાં શૅર કરીને કહ્યું હતું, ‘સ્વિગી ઈન્ડિયા, મને ખ્યાલ નથી કે હાલમાં રેસ્ટોરાં કેવા માપદંડો સાથે કામ કરે છે. મારા ફૂડમાં વંદો જોવા મળ્યો. આ રેસ્ટોરાંની નિયમિત ધોરણે તપાસ કરવી જોઈએ અને જો તેઓ ધારા ધોરણ પ્રમાણે કામ ના કરતાં હોય તો તેમને ભારે દંડ ફટકારવો જોઈએ. મૂનલાઈટ ટેકઅવે.’

યુઝર્સે પણ ફરિયાદ કરી
નિવેથાની પોસ્ટ બાદ સો.મીડિયા યુઝર્સે પણ આ જ પ્રકારની ફરિયાદ કરી હતી. એક યુઝરે કહ્યું હતું કે તેને પણ આ રેસ્ટોરાં સાથે આવો જ અનુભવ થયો હતો. બીજા યુઝરે કહ્યું હતું કે તેને ત્રણવાર આવો અનુભવ થયો હતો. યુઝર્સની કમેન્ટ્સ બાદ એક્ટ્રેસે કહ્યું હતું, ‘રેસ્ટોરાંના ફૂડમાં પહેલી જ વાર વંદો નથી નીકળ્યો. આ પહેલાં પણ અનેકવાર આમ થયું છે. રેસ્ટોરા કેવી રીતે આટલી બેદરકારી દાખવી શકે. સ્વિગીને વિનંતી છે કે તે આ રેસ્ટોરાંને એપમાંથી હટાવી દે.’ એક્ટ્રેસની આ પોસ્ટ બાદ સ્વિગીએ યોગ્ય પગલાં ભરવાનું આશ્વસાન આપ્યું હતું.

હાલમાં એ રેસ્ટોરાં બંધ કરી દેવામાં આવી
નિવેથાએ પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે રેસ્ટોરાંમાંથી 10 કિલો જેટલું બગડી ગયેલું માંસ મળી આવ્યું હતું અને હાલમાં રેસ્ટોરાં બંધ કરી દેવામાં આવી છે.

છેલ્લે વિજય સેથુપતિ સાથે જોવા મળી હતી
2016માં નિવેથાએ તમિળ ફિલ્મ ‘ઓરુ નાલ કોથુ’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. નિવેથા છેલ્લે વિજય સેથુપતિ તથા રાશિ ખન્ના સાથે ફિલ્મ ‘સંગાથમિઝન’માં જોવા મળી હતી. નિવેથા હવે ડિરેક્ટર એ એલ વિજયની ફિલ્મ ‘ઓક્ટોબર 31 લેડિઝ નાઈટ’માં જોવા મળશે. આ ઉપરાંત વેકાંત પ્રભુની મલ્ટીસ્ટારર ફિલ્મ અને રાના દુગ્ગુબાતી, સાઈ પલ્લવી સાથે ફિલ્મ ‘વિરતા પર્વમ’માં જોવા મળશે.

error: Content is protected !!