મમ્મી સાથે ચિયર કરતી જોવા મળી વામિકા, જોઈ લો કોના જેવી લાગે છે? સામે આવી તસવીરો

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી વનડે મેચ દરમિયાન વિરાટ કોહલીની પુત્રી વામિકા સ્ક્રીન પર દેખાઈ હતી. ભારતીય ઇનિંગ્સ દરમિયાન જ્યારે વિરાટે તેની ફિફ્ટી પૂરી કરી ત્યારે અનુષ્કા શર્મા પણ તેની પુત્રીની સાથે સ્ટેન્ડ્સમાં જોવા મળી હતી. એટલું જ નહીં, કોહલીએ જેવી ફિફ્ટી ફટકારી ત્યારપછી તેણે દીકરી વામિકાને આનો શ્રેય આપ્યો હતો. વિરાટની પ્રતિક્રિયા જોયા બાદ અનુષ્કા અને વામિકા તાળીઓ પાડતા જોવા મળ્યા હતા. આ દરમિયાન અનુષ્કાએ બ્લેક ડ્રેસ પહેર્યો હતો અને તેની પુત્રી વામિકાએ પિંક કલરનો ડ્રેસ પહેર્યો હતો.

દીકરીનો ચહેરો દેખાઈ જતા વિરાટ મુંઝાયો
વિરાટે ફિફ્ટી માર્યા પછી સીધી પેવેલિયન તરફ નજર કરી હતી, આ દરમિયાન તેને અનુષ્કા અને દીકરી વામિકાને ગેલેરીમાં જોતા કોહલી મુંઝાઈ ગયો હતો. કારણ કે વિરાટ કોહલીએ અત્યાર સુધી દિકરીનો ચહેરો કોઈપણ પ્લેટફોર્મ પર જોવા ન મળે એવો નિર્ણય કર્યો હતો. જોકે ત્યારપછી તેને અનુષ્કા સામે જોયું અને પોતાની દીકરીને ફિફ્ટી ડેડિકેટ કરી હતી.

અનુષ્કાએ વામિકાને કહ્યું જો પપ્પાએ ફિફ્ટી મારી….
વિરાટ કોહલીએ જેવી ફિફ્ટી દીકરીને ડેડિકેટ કરી ત્યારે અનુષ્કાએ કહ્યું કે જો પપ્પાએ તારા માટે ફિફ્ટી મારી. આ સાંભળીને જ વામિકા ખુશ થઈ ગઈ અને તાળીઓ પાડી વિરાટ કોહલીને ચિયર કરતી જોવા મળી હતી.

આફ્રિકા ટૂર પહેલા વિરાટની લાડલી પહેલી વાર જોવા મળી
ટીમ ઇન્ડિયા 16 ડિસેમ્બરે મુંબઈથી સાઉથ આફ્રિકના પ્રવાસે રવાના થઈ હતી ત્યારે વિરાટ કોહલી બસમાંથી નીચે ઉતર્યો તો તેણે તરત જ ફોટોગ્રાફર્સને વિનંતી કરી હતી કે તેઓ બેબી વામિકનો ફોટો ક્લિક ના કરે. જોકે, વિરાટ બોલે તે પહેલાં જ વામિકાનો ચહેરો ફોટોગ્રાફર્સે કેપ્ચર કરી લીધો હતો. અનુષ્કાએ દીકરીનો ચહેરો છુપાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો.

હંમેશાં ચહેરો છુપાવીને રાખે છે
અનુષ્કાએ આ વર્ષે 11 જાન્યુઆરીના રોજ દીકરીને જન્મ આપ્યો હતો. દીકરીના જન્મ બાદથી જ વિરાટ તથા અનુષ્કાએ લાડલીનો ચહેરો છુપાવીને રાખ્યો છે. તેમણે આજ સુધી જેટલી પણ તસવીરો શૅર કરી તેમાં ક્યાંય વામિકાનો ચહેરો દેખાતો નથી. સો.મીડિયા કે પછી પબ્લિક અપીયરન્સમાં પણ વામિકાનો ચહેરો દેખાયો નથી.

દીકરીના જન્મ પર પણ તસવીર શેર કરી નહોતી
દીકરીના જન્મની માહિતી વિરાટ કોહલીએ સો.મીડિયામાં પોસ્ટ શેર કરીને આપી હતી. તેણે કહ્યું હતું, ‘અમને બંને આ વાત જણાવીને ઘણો જ આનંદ થાય છે કે આજે બપોરે અમારા ત્યાં દીકરીનો જન્મ થયો છે.

અમે તમારા પ્રેમ તથા શુભેચ્છા માટે દિલથી આભાર માનીએ છીએ. અનુષ્કા તથા દીકરી બંને ઠીક છે. અમારું સૌભાગ્ય છે કે અમને જીવનના આ નવા ચેપ્ટરનો અનુભવ કરવાની તક મળી. અમને ખ્યાલ છે કે તમે આ વાત જરૂર સમજશો કે આ સમયે અમને પ્રાઇવસી જોઈએ છીએ.’

error: Content is protected !!