AAPનો ‘વિજય’:વિજય સુવાળા અચાનક જ આમ આદમી પાર્ટીમાં કેમ જોડાયા? ખુલીને બોલ્યા આવું

અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરતમાં મુખ્ય વિપક્ષ તરીકે ઊભરી આવ્યા બાદ આમઆદમી પાર્ટી હાલ કાર્યકરો અને જાણીતી હસ્તીઓને પાર્ટીમાં જોડવા માટે સક્રિય બની છે. ખાસ કરીને 14 જૂનની અરવિંદ કેજરવાલની મુલાકાત બાદ રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે.

જાણીતા ગાયક વિજય સુવાળા હવે નેતાજી બની ગયા છે. ઉત્તર ગુજરાતના આ જાણીતા ચહેરાએ હવે આમ આદમી પાર્ટીનું ઝાડું પકડી લીધું છે. ગુજરાતના બીજા જાણીતા ગાયકોએ ભાજપનો ખેસ પહેર્યો છે ત્યારે વિજય સુવાળાએ AAPની ટોપી પહેરવા પાછળનું કારણ જણાવ્યું હતું. રાજકારણમાં પ્રવેશ કર્યા બાદ તેમણે દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી.

આ વાતચીત દરમિયાન તેમણે સ્પષ્ટતા કરી કે, તે ચૂંટણી લડવા માગતા નથી પરંતુ ઉત્તર ગુજરાતમાં AAPને મજબૂત કરવા ભરપુર મહેનત કરશે.

હાલ આમઆદમી પાર્ટીમાં રોજબરોજ નેતાઓ પ્રેસ-કોન્ફરન્સ કરી કોઈ વ્યક્તિ જોડાય છે એની જાહેરાત કરે છે. જોકે હવે આમઆદમી પાર્ટીને કોઈનો ડર હોય એમ પ્રદેશ કાર્યાલયમાં જતાં પહેલાં ચેક કરવામાં આવે છે.

સૌજન્યઃ દિવ્ય ભાસ્કર

error: Content is protected !!