આ ખાસ વ્યક્તિએ લીધી કિશન ભરવાડની દીકરીને તમામ જવાબદારી, જાણો કોણ છે આ વ્યક્તિ?

ધંધૂકામાં કિશન ભરવાડ નામના યુવકની ધોળે દિવસે સરાજાહેર હત્યા બાદ આખા ગુજરાતમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. તેમજ કિશન ભરવાડની હત્યાના પડઘા ગુજરાત બાદ દેશભરમાં પડવાના શરૂ થઈ ગયા છે. લોકોએ હત્યારોને કડડમાં કડક સજા કરાવવાની માંગ કરી છે. અનેક લોકોએ કિશન ભરવાડના જઈને તેમના પરિવારને સાંત્વના પાઠવી રહ્યા છે. ખુદ રાજ્યના ગુહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ધંધૂકા જઈ પરિવારને મળીને કિશન ભરવાડની દીકરીને ખોળામાં લીધી હતી. કિશન ભરવાડની દીકરીને હાથમાં લેતા જ હર્ષ સંઘવી ભાવુક થઈ ગયા હતા. અને કહ્યં હતું કે હું ઝડપથી ન્યાય આપવીશ. પ્રાર્થના સભામાં હાજર સૌ કોઈની આંખો નમ થઈ ગઈ હતી.

ઝેરોક્સની દુકાન ચલાવી પરિવારનું પેટ ભરતાં કિશનની હત્યાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે, ભાઈના મોતથી બહેનની આંખોમાં હજી આંસુ સૂકાતા નથી. તેણે રડતાં રડતાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “એ લોકોએ મારા ભાઈને ખોટી રીતે માર્યો, દગો દઈને પીઠ પાછળ ઘા કર્યો છે. અમારે બીજું કશું નથી કહેવું, બસ મારા ભાઈને ન્યાય અપાવો. અમે બહેનો ભાઈ વગરની થઈ ગઈ, હવે અમે શું કરીશું. ત્યારે સૌના મનમાં એ જ સવાલ હતો કે કિશન ભરવાડની 20 દિવસનું દીકરીનું શું થશે? આ સંકટના સમયે ભરવાડ સમાજના એક મોભી આગળ આવ્યા અને તેમણે દીકરીની જવાબદારી પોતાને માથે લીધી છે.

કિશનની દીકરીના શિક્ષણથી લઈને લગ્ન સુધીને તમામ જવાબદારી ભરવાડ સમાજના દાનવીર વિજયભાઈ ભરવાડે સ્વીકારી છે. માલાભાઈ સારાભાઈ ભડિયાદરા એજયુકેશન ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઈ ભરવાડે ખુદ ધંધૂકા આવી આ જવાબદારી ઉપાડી હતી.

વિજયભાઈ માત્ર પોતાના સમાજ માટે જ નહીં પરંતુ દરેક સમાજ અને જ્ઞાતિજનોની સેવા અર્થે કાર્ય કરે છે. તેમનું જીવન સેવાને જ સમર્પિત છે. હર્ષ સંઘવીની મુલાકાત વખતે તેઓ પણ જાતે હાજર હતા.

હાલ સુરતમાં રિયાલિટી સેકટર સાથે સંકળાયેલા વિજયભાઈ ભરવાડની આ કામગીરીને માલધારી સમાજે બિરદાવી હતી. હર્ષ સંઘવીએ પણ તેમના વખાણ કર્યા હતા. સોશ્યલ મીડિયા પર પણ લોકોને તેમને શાબાશી આપી રહ્યા છે. ખરા સંકટના સમયમાં સમાજના નાનામાં નાના માણસો સાથે ઉભા રહેવા માટે બદલ સમાજ તરફથી ઋણ અદા કરી રહ્યા છે.

વિજયભાઈ ભરવાડ મુળ ભડિયાદ (પીર)ના વતની છે. હાલ સુરતમાં રહેતા વિજય ભરવાડ અનેક સેવા કાર્યો કરે છે. ખાસ કરીને યુવાઓમાં શિક્ષણ પ્રત્યેની જાગૃતિ લાવવાનું કામ કરે છે. તેઓ ગોકુલ ડેવેલોપર્સના બેનર નીચે રિયાલિટી સેક્ટર સાથે સંકળાયેલા છે. તેઓ આ સાથે ખેતી અને પશુપાલનનો વ્યવસાય પણ કરે છે.

વિજયભાઈ ભરવાડ આ સિવાય આરોગ્ય કેમ્પ, વૃક્ષારોપણ, બ્લેડ ડોનેશન કેમ્પ, અનાજ વિતરણ, વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમમાં સહાય જેવા અનેક સેવા કાર્યો કરે છે. લોકો તેમને માલધારી સમાજના ભામાશા તરીકે પણ ઓળખે છે.

વિજય ભાઈનું જીવન સેવા કાર્યોને સમર્પિત રહ્યું છે. તેઓએ માત્ર 20 દિવસની દીકરીની જવાબદારી ઉઠાવી ખૂબ જ સારું કાર્ય કર્યું છે. આ કાર્ય થકી પરિવારજનોને પણ દુઃખમાં સધિયારો મળ્યો છે. ખરેખર સમાજ પ્રત્યે આટલો પ્રેમ અને લાગણી હોવાને લીધે વિજયભાઈ આ પરિવારની વ્હારે આવીને એક સમાજ સેવક તરીકેની પોતાની સમાજ સેવક તરીકે ફરજ બજાવી તે બદલ અભિનંદનને પાત્ર છે તેમના માટે કરો એટલા વખાણ ઓછા પડે.

error: Content is protected !!