પહેલીવાર જુઓ અમદાવાદની હેલિકોપ્ટર રાઈડનો આકાશી નજારો, ઉપરથી દેખાય છે કંઈક આવું, જુઓ તસવીરો

અમદાવાદીઓ હેલિકોપ્ટરમાં બેસીને શહેરના એરિયલ વ્યૂની મજા માણી શકે તે માટે સાબરમતી રિવરફ્રન્ટથી જોય રાઈડ શરૂ કરાઈ છે. ત્યારે જાણીતું આખબાર ખાસ સાબરમતી રિવરફ્રન્ટથી સાયન્સ સિટી સુધી હેલિકોપ્ટરમાંથી શહેરનો આકાશી નજારો લઈ આવ્યું છે. એરોટ્રાન્સ કંપનીએ શરૂ કરેલી જોય રાઈડમાં SVP, એસ.જી હાઈવે, ગુરુદ્વારા, સાયન્સ સિટી, સરદાર પટેલ રિંગ રોડ, પાલડી, સરખેજ તથા રિવરફ્રન્ટ સુધીનો આકાશી નજારો દિવ્યભાસ્કરના કેમેરામાં કેદ થયો હતો. જોય રાઈડ શરૂ કરાયા બાદથી જ તેને અમદાવાદીઓનો સારો પ્રતિભાવ મળી રહ્યો છે, જેના પગલે અત્યારથી જ ફેબ્રુઆરી સુધીનું બુકિંગ ફુલ થઈ ગયું છે.

અમદાવાદીઓ હેલિકોપ્ટરમાં બેસીને એરિયલ વ્યૂની મજા માણે એના માટે સાબરમતી રિવરફ્રન્ટથી નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ સુધી જોય રાઈડ એરોટ્રાન્સ કંપની દ્વારા શરૂ કરવામાં આવી છે. આ જોય રાઈડ શુક્રવાર અને શનિવાર એમ અઠવાડિયામાં બે દિવસ સુધી ચાલું રહેશે. માર્ચ 2022થી સાયન્સસિટીથી થોળ અને અદાણી શાંતિગ્રામ(વૈષ્ણોદેવી સર્કલ) તરફની જોય રાઈડ શરૂ કરવામાં આવી શકે છે.

એરોટ્રાન્સ એર ચાર્ટર સર્વિસ પૂરી પાડતી કંપનીના ડાયરેક્ટર રાજીવ ગાંધીએ જણાવ્યું હતું કે અત્યારે સાબરમતી રિવરફ્રન્ટથી જોય રાઈડ શરૂ કરવામાં આવી છે, જેમાં દર શુક્રવાર અને શનિવારે રાઈડ ચાલે છે, જે તમામ ફુલ જાય છે. ગત જાન્યુઆરી મહિનામાં પણ તમામ રાઈડ્સ ફુલ હતી.

એમાં 600 લોકોએ આ જોય રાઈડની મજા માણી હતી. આગામી માર્ચ મહિનાથી સાયન્સસિટીથી નવો રૂટ શરૂ થશે, જેના માટે ATC પરમિશન વગેરેની પ્રક્રિયા ચાલે છે. ઝડપથી આ રૂટ શરૂ થશે, જેમાં એક દિવસ રિવરફ્રન્ટ અને એક દિવસ સાયન્સસિટીથી ચાલશે.

એરોટ્રાન્સે પહેલી જાન્યુઆરી, 2022ના રોજ સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે વોટર એરોડ્રોમથી હેલિકોપ્ટર જોય રાઈડ્સનો પ્રારંભ કર્યો હતો. ત્યારથી અત્યારસુધી જોય રાઈડ્સને 100 ટકા બુકિંગ મળ્યું છે. તમામ હેલિકોપ્ટર રાઈડનું બુકિંગ એરોટ્રાન્સની વેબસાઈટ www.aerotrans.in થકી ઓનલાઈન માધ્યમથી થાય છે. આ રાઈડ્સ અમદાવાદ એર ટ્રાફિક કન્ટ્રોલરના સુપરવિઝન હેઠળ હાથ ધરાય છે. દરેક જોય રાઈડ માટે પેસેન્જરદીઠ ચાર્જીસ રૂ. 2,360 છે.

ઉપરાંત કંપની પાસે 3 હેલિકોપ્ટર્સ છે, જેના થકી એરસ્ટ્રિપ્સ ન હોય તેવા પોઈન્ટ-ટુ-પોઈન્ટ લોકેશન્સથી મુસાફરી કરવાનો હેતુસર થઈ શકશે. ચાર્ટર્સ સાબરમતી રિવરફ્રન્ટ એરોડ્રોમથી કે પછી ક્લાયન્ટની ઈચ્છા મુજબના કોઈપણ હેલિપેડથી સર્વિસ પૂરી પાડી શકશે.

ઘણાં ઈન્ડસ્ટ્રિયલ પાર્ક્સ અને કોમ્પ્લેક્સિસ એરપોર્ટથી દૂર આવેલાં છે. હેલિકોપ્ટરથી મુસાફરી કરવા લીધે ઘણી સુગમતા રહેશે અને કીમતી સમય બચશે. આવા ઈન્ડસ્ટ્રિયલ પાર્ક્સમાં અંકલેશ્વર, દહેજ, ઝઘડિયા, કડી, સચિન, સાણંદ, વલ્લભ વિદ્યાનગર, વટવા, વાપી વગેરેનો સમાવેશ થાય છે.

સૌજન્યઃ દિવ્ય ભાસ્કર

error: Content is protected !!