વેડિંગ પછી કપલે હલ્દી સેરેમનીના ફોટોઝ શેર કર્યા, લગ્નના ફોટોની પોસ્ટને 1 કરોડથી વધારે લાઈક મળી

કેટરીના કૈફ તથા વિકી કૌશલે 9 ડિસેમ્બરના રોજ રાજસ્થાનના સવાઈ માધોપુરની સિક્સ સેન્સ હોટલમાં લગ્ન કર્યા હતા. આ કપલના વેડિંગ ફોટોઝ જોવા માટે લોકો કાગડોળે રાહ જોઈને હતા. તેમના વેડિંગ પોસ્ટને 1 કરોડથી પણ વધારે લાઈક મળી ગઈ. વેડિંગ ફોટો પછી નવયુગલે તેમની હલ્દી સેરેમનીના ફોટો પણ શૅર કર્યા છે. મુંબઈ જતાં પહેલાં વિકી તથા કેટરીનાએ મહેમાનોને મીઠાઈ તથા થેંક્સ નોટ આપી હતી.

વિકી કૌશલ અને કેટરીના કૈફે હલ્દી સેરેમનીના ફોટો શૅર કરી કેપ્શનમાં લખ્યું, શુક્ર, સબ્ર, ખુશી. બંનેએ 4-4 એમ ટોટલ 8 ફોટોઝ શૅર કર્યા. આ ફોટોમાં બંને એકબીજાને હલ્દી લગાવતા ખુશખુશાલ દેખાઈ રહ્યા છે.

વિકી કૌશલ તથા કેટરીનાએ સો.મીડિયામાં લગ્નની તસવીરો શૅર કરી હતી. બંનેએ એક જેવી તસવીરો તથા કેપ્શન આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે નવા જીવનની શરૂઆતમાં તમારા આશીર્વાદ જોઈએ છીએ.

જે લોકો શાહી લગ્નમાં સામેલ ના થઈ શક્યા તે બધાને વિકી-કેટે રિસેપ્શનમાં આમંત્રણ આપ્યું હતું. તેમાં બોલિવૂડના સિનિયર એક્ટર્સ, કેટ અને વિકીના મિત્રો સહિત કો-સ્ટાર્સ સામેલ થઈ શકે છે,

પરંતુ છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્રમાં ઓમિક્રોનનું જોખમ વધી રહ્યું છે. બની શકે કે આના લીધે પાર્ટી કેન્સલ થાય. મુંબઈ જતાં પહેલાં વિકી તથા કેટરીનાએ મહેમાનોને મીઠાઈ તથા થેંક્સ નોટ આપી હતી. આ નોટમાં લખ્યું આવ્યું હતું,

‘આ સફરમાં હંમેશાં અમારી સાથે રહેવા માટે તમારો બહુ બહુ જ આભાર. આ અમારા માટે ઘણું જ મહત્ત્વ ધરાવે છે કે તમે અમારા નવા જીવનની શરૂઆતનો હિસ્સો બનવા માટે અહીંયા આવ્યા.

તમારી ઉપસ્થિતિ, તમારા શબ્દો, તમારા પ્રેમે અમારા દિવસને વધુ ખાસ બનાવી દીધો. અમને આશા છે કે તમારો સમય અમારી સાથે સારો પસાર થયો હશે. આ તો હજી શરૂઆત છે. લવ કેટરીના-વિકી.’

error: Content is protected !!