વિચિત્ર બીમારીને કારણે આ કિશોરી 18 વર્ષની ઉંમરમાં 144 વર્ષની વ્યક્તિ જેવું શરીર ધરાવતી હતી

જો તમારી સામે કોઈ હચિન્સન-ગિલફોર્ડ પ્રોગેરિયા સિન્ડ્રોમનું નામ લે તો કદાચ તમને નહીં ખબર પડે, પરંતુ જો એવું કહેવામાં આવે કે બોલિવૂડની ‘પા’ ફિલ્મવાળી બીમારી છે તો તમે તરત સમજી જશો. આવી જ બીમારી ઈંગ્લેન્ડમાં રહેતી એક કિશોરીને હતી. ઈંગ્લેન્ડના સસેક્સમાં રહેતી સ્મિથને દુનિયાની સૌથી દુર્લભ બીમારી હતી. સ્મિથને હચિન્સન-ગિલફોર્ડ પ્રોજેરિયા સિન્ડ્રોમ હતો, જેને કારણે સ્મિથની ઉંમર એક વર્ષમાં લગભગ 8 વર્ષ સુધી વધી જતી હતી. તે ચહેરાથી વૃદ્ધ દેખાતી હતી. એને કારણે 18 વર્ષની સ્મિથનું શરીર 144 વર્ષના વૃદ્ધ જેવું થઈ ગયું હતું.

17 જુલાઈએ આ કિશોરીનું મૃત્યુ થયું હતું. તેની ઉંમર માત્ર 18 વર્ષની હતી, પરંતુ તેને જોઈને કોઈ એવું ન કહી શકે કે તે 18 વર્ષની કિશોરી છે. સ્મિથનું જ્યારે મૃત્યુ થયું તો તેના 33 વર્ષના પિતા શેન વિકેન્સ, તેની માતા લુઈસ અને 25 વર્ષની બહેન કાર્ટરાઈટ તેની સાથે હતાં. માતા-પિતા સ્મિથને પ્રેમથી ફિબી કહેતા હતા. સ્મિથે પોતાની માતાને છેલ્લા શબ્દોમાં કહ્યું હતું કે- હવે તમારે મને જવા દેવી પડશે.

સ્મિથની માતાએ કહ્યું કે પ્રોજેરિયાથી તેની મોબિલિટી પર અસર થઈ હતી, પરંતુ તેના જીવન જીવવાના ઉત્સાહમાં કોઈ કમી નથી આવી. ગંભીર સિન્ડ્રોમ હોવા છતાં તે પોતાની પરિસ્થિતિને લઈને ક્યારેય દુઃખી નહોતી થતી. તે પોતાના મનની વાત હંમેશાં શેર કરતી હતી. તેની ઈચ્છાશક્તિ મજબૂત હતી. તેને પોતાની હિંમતથી લોકોના હૃદયમાં એક અલગ જ જગ્યા બનાવી હતી.

ઉત્સાહથી જીવન જીવતી હતી
144 વર્ષની દેખાવા છતાં સ્મિથ પોતાના મિત્રોની સાથે એકદમ રિલેક્સ રહેતી હતી. મે મહિનામાં તેને પોતાનો 18મો જન્મ દિવસ સેલિબ્રેટ કર્યો હતો અને આ દરમિયાન પોતાના ફેવરિટ કોકટેલ ડ્રિંકની મજા પણ માણી હતી. લુઈસે જણાવ્યું હતું કે ફિબીને પોતાની બીમારી વિશે ખબર હતી. તે જાણતી હતી તે વધારે સમય નહીં જીવી શકે. એને કારણે તે ખુશ રહેવાનો પ્રયાસ કરતી હતી. તે હંમેશાં લોકોને હસાવતી અને પોઝિટિવ વાતોથી લોકોનું દિલ જીતી લેતી. આ ફિબીની ખાસિયત હતી. તે ઘણી સુંદર છે એવું તે પોતાની જાતને કહેતી હતી.

આ અંગે કાર્ટરાઈટે કહ્યું, સ્મિથની જે પરિસ્થિતિ હતી એને લઈને તેણે ક્યારેય પણ માનસિક અને નકારાત્મકતા નથી અનુભવી. તે નોર્મલ હતી. તેનું શરીર ભલે 100 વર્ષ કરતાં ઉંમરનું લાગતું હોય પરંતુ દિલથી 18 વર્ષની જ હતી.

બેન્જામિન બટન કન્ડિશન પણ કહેવાય છે
હોલિવૂડના સુપસ્ટાર બ્રેડ પિટે થોડાં વર્ષો પહેલાં એક ફિલ્મ ક્યુરિયસ કેસ ઓફ બેન્જામિન બટનમાં કામ કર્યું હતું. આ ફિલ્મ બાદ આ દુર્લભ બીમારીને બેન્જામિન બટન કન્ડિશન પણ કહેવામાં આવે છે. આ દુર્લભ સિન્ડ્રોમ છે. આ બીમારીમાં બાળકના વાળ ખરી જાય છે અને તેનો ગ્રોથ નથી થતો. આ બીમારીનો સામનો કરતાં બાળકો 14 વર્ષની ઉંમરમાં મરી જાય છે.

પ્રોગેરિયા બીમારી શું છે
આ એવી બીમારીમાં છે, જેમાં બાળકનો શારીરિક વિકાસ તેની ઉંમરની તુલનાએ ઝડપથી થાય છે. આ કારણે નાની વય હોવા છતાં દેખાવે તે મોટી ઉંમરની વ્યક્તિ લાગે છે અને તેનું વર્તન બાળકો જેવું હોય છે. બોલિવૂડની ફિલ્મ ‘પા’માં અમિતાભ બચ્ચનને આવી બીમારીથી પીડિત બતાવાયો છે.

error: Content is protected !!