સેક્સ ચેન્જ કરાવી યુવકમાંથી યુવતી બનેલી માનવી સાથે BFએ ન કરવાનું કર્યું, રાત્રિના સમયે નાશાયુક્ત ગોળીઓ…

લિંગ પરીવર્તન કરાવી યુવકમાંથી યુવતી બનેલી માનવી વૈષ્ણવ ફરી ચર્ચામાં છે. વડોદરાની ટ્રાન્સ વુમન માનવી વૈષ્ણવે પોતાના બોયફ્રેન્ડ સામે ફરિયાદ નોંધાવી છે. આ અંગે માનવીએ એક વીડિયો બનાવી પોતાના પર વીતેલી આપવીતી વર્ણવી હતી. વડોદરાના સનફાર્મા રોડ પર રહેતી 35 વર્ષીય ટ્રાન્સ વુમન માનવી વૈષ્ણવે પોતાના બોયફ્રેન્ડ પુનિત કાનાબાર સામે ડ્રગ્સના નશામાં માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.

બાદમાં પોલીસે ડ્રગ્સ એડિક્ટ યુવાનની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. જોકે હવે માનવીએ પોલીસની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. મૂળ ભરૂચની પણ વડોદરામાં સ્થાયી થયેલી માનવી વૈષ્ણવે વર્ષ 2017માં સેક્સ ચેન્જ કરાવ્યું હતું.

આરોપી સુરતમાં નોકરી કરે છે
માનવીએ નોંધાવેલી ફરિયાદ મુજબ હું વડોદરાના સન ફાર્મા રોડ ઉપર એક રેસિડેન્સીમાં એકલી રહું છું. અને લક્ષ્ય ટ્રસ્ટમાં નોકરી કરું છું અને મારું ગુજરાન ચલાવું છું. છેલ્લા એક વર્ષથી મારી સાથે પુનિત કાનાબાર રહેતા હતા અને એક-બે માસથી અમે અલગ રહીએ છે. પુનિત કાનાબાર સુરત ખાતે તેના માસીના ઘરે રહે છે.

બીમાર હાલતમાં આરોપીએ નશાયુક્ત ગોળીઓ ખાધી
માનવીએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, છેલ્લા અઠવાડિયાથી તેઓ ડ્રગ્સ લેવાથી બીમાર પડ્યો હતો અને છેલ્લા બે દિવસથી અમે પુનિત સાથે વાતચીત કરવાની બંધ કરી હતી અને તેઓનો મોબાઇલ ફોન નંબર પણ બ્લોક લિસ્ટમાં નાખી દીધો હતો. જેથી તેઓ તા.18-8-022ના રોજ સવારના સમયે અમારા ઘરે આવ્યો હતો. તે બીમાર હોવાના કારણે અમે તેને સારવાર માટે અમારા ઘરે રાખ્યો હતો અને તેને રાત્રિના સમયે નાશાયુક્ત ગોળીઓ ખાધી હતી.

બીમારી અંગે પૂછતા ગુસ્સે થઇ ગયો
માનવીએ ફરિયાદમાં એમ પણ જણાવ્યું છે કે, પુનિતને બીમારી અંગે પૂછતા તે ગુસ્સે થઇ ગયો હતો અને મારી સાથે ઝપાઝપી કરી હતી અને મને હાથ-પગમાં મુઢ માર માર્યો હતો. તે સમયે તેને કોઇ નશો કર્યો નહોતો. પોલીસે માનવી વૈષ્ણવની ફરિયાદના આધારે પુનિત કાનબારા સામે ગુનો દાખલ કર્યો હતો અને તેની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધનીય છે કે માનવી વૈષ્ણવે વર્ષ 2017માં સેક્સ ચેન્જ કરાવ્યું હતું. પહેલા તેનું નામ યોગેશ હતું. યોગેશે ધો-12 પાસ કર્યા પછી એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કર્યો હતો. પરંતુ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શક્યો ન હતો.

યોગેશને સમજણ આવી ત્યારથી જ પોતાને સ્ત્રી હોવાનો અનુભવ થતો હતો. જેથી યોગેશે 2011માં ડોક્ટર્સ પાસે પોતાનું કાઉન્સિલિંગ કરાવવાનું શરૂ કર્યું હતુ. બેથી ત્રણ વર્ષ સુધી યોગેશે પોતાનું કાઉન્સિલિંગ કરાવ્યું હતુ. ત્યારબાદ યોગેશે લિંગ પરિવર્તન કરાવી માનવી નામ ધારણ કર્યું હતું.

error: Content is protected !!