વડોદરાના આ ટેણિયામાં ઉત્તરાયણનો અનોખો ઉત્સાહ, હેર કટીંગમાં પતંગની ડિઝાઇન બનાવડાવી

વડોદરાઃ કોરોનાની દહેશત અને સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇન્સના અમલ વચ્ચે ઉત્સવ પ્રિય વડોદરાના નગરજનો ઉત્તરાયણ પર્વના અદકેરા ઉત્સવને ઊજવી રહ્યા છે. નાનાં બાળકોથી લઇને મોટેરાઓ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે, ત્યારે વડોદરાના એક હેર-આર્ટિસ્ટ દ્વારા નાનાં બાળકોની કટિંગમાં અને મોટા લોકોની દાઢીમાં પતંગ, ચરખાની ડિઝાઇન બનાવી તેમના પતંગ પર્વના ઉત્સાહમાં વધારો કર્યો છે.

યુવાધન દ્વારા રાષ્ટ્રીય તહેવારોમાં ટેટૂ ચિતરાવાનો ભારે ક્રેઝ જોવા મળતો હોય છે. સ્વાતંત્ર્યદિન હોય કે પ્રજાસત્તાકદિન હોય કે પછી નવા વર્ષની ઉજવણી હોય, નાનાં બાળકો, યુવાઓ અને મોટા લોકોમાં ભારે ક્રેઝ હોય છે ત્યારે ઉત્તરાયણ પર્વમાં પણ કંઇક નવું કરીને એને વધુ ઉત્સાહમય બનાવવા માટે હેરસ્ટાઇલમાં પતંગ, જ્યારે યુવાનો હેરસ્ટાઇલ અને દાઢીમાં પતંગ, ચરખાની ડિઝાઇન બનાવડાવતા હોય છે. આ વખતે પણ નાનાં બાળકો અને યુવાનો દ્વારા પતંગ અને ચરખાની ડિઝાઇન સાથે હેરસ્ટાઇલ અને દાઢી કરાવી તેઓ ઉત્તરાયણ પર્વ મનાવવા માટે સજ્જ થયાં છે.

વડોદરાના ઘડિયાળી પોળમાં હેર સલૂન ચલાવતા ભરતભાઇ ચાવડા છેલ્લાં 20 વર્ષથી ઉત્તરાયણ પર્વમાં નાનાં બાળકોની પતંગની ડિઝાઇનવાળી હેરસ્ટાઇલ, જ્યારે યુવાનોને પતંગ, ચરખાની ડિઝાઇનવાળી હેરસ્ટાઇલ અને દાઢી બનાવી રહ્યાં છે. ભરતભાઇએ જણાવ્યું હતું કે લગભગ છેલ્લાં 20 વર્ષ ઉપરાંતથી મારો સલૂનનો વ્યવસાય છે. ઉત્તરાયણ પર્વના 10 દિવસ પહેલાંથી નાનાં બાળકો અને યુવાનો મારી પાસે પતંગની ડિઝાઇનવાળી હેરસ્ટાઇલ બનાવવા માટે આવે છે. જ્યારે યુવાનો પતંગ, ચરખાની ડિઝાઇનવાળી હેરસ્ટાઇલ અને દાઢી બનાવવા માટે આવે છે. હું એકમાત્ર ઉત્તરાયણમાં જ પતંગ, ચરખાની ડિઝાઇનવાળી હેરસ્ટાઇલ અને દાઢી બનાવું છું.

હેર-આર્ટિસ્ટ ભરતભાઇ ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, ઉત્તરાયણ પર્વ એક એવો તહેવાર છે, જે નાનાં બાળકોથી લઇને વૃદ્ધોનો પ્રિય તહેવાર છે. ઉત્સવપ્રિય બાળકો અને યુવાનો કંઇક નવું કરીને લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચવા માગતા હોય છે. સામાન્ય દિવસોમાં બાળકો અને યુવાનો રેગ્યુલર કટિંગ-દાઢી કરાવતા હોય છે, પરંતુ ઉત્તરાયણ પર્વ ઉપરાંત અન્ય રાષ્ટ્રીય તહેવારોમાં અલગ હેરસ્ટાઇલ બનાવતા હોય છે. ત્યારે ઉત્તરાયણમાં પતંગ અને ચરખાની ડિઝાઇનવાળી હેરસ્ટાઇલ અને દાઢી બનાવવા માટે બાળકો અને યુવાનો મારી પાસે આવે છે. પતંગ અને ચરખાવાળી ડિઝાઇનવાળી હેરસ્ટાઇલ, દાઢી બનાવતાં બાળકો અને યુવાનોનો ઉત્સાહ જોઇ મારો પણ ઉત્સાહ વધી જાય છે.

error: Content is protected !!