ગુજરાતનો શોકિંગ બનાવ, 65 વર્ષના ડોહાએ 32 વર્ષની મહિલાને ઢોર માર મારીને પોતાની હવસનો શિકાર બનાવી
એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. છૂટાછેડા થયા બાદ પિયરમાં રહેતી 32 વર્ષની માનસિક દિવ્યાંગ મહિલા પર ગામમાં જ રહેતા 65 વર્ષના વૃદ્ધે દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો પાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે હવસખોર વૃદ્ધ પોતાની હવસ સંતોષવા માટે મહિલાને ઢોર માર માર્યો હતો. આ બનાવ અંગે પાદરા પોલીસે હવસખોર વૃદ્ધની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હવસખોરે મારતા નાકમાં ફેક્ચર
વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં રહેતો 65 વર્ષીય મથુર ડબકવાળાએ છૂટાછેડા થયા બાદ પિયરમાં પરિવાર સાથે રહેતી માનસિક દિવ્યાંગ મહિલાની એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચર્યું હતું. માનસિક દિવ્યાંગ મહિલાએ હવસખોર મથુરનો વિરોધ કરતા હવસખોરે મહિલાને ઢોર માર માર્યો હતો અને મોઢામાં મુક્કા મારતા મહિલાના નાકમાં ફેક્ચર થઈ ગયું હતું. ઇજાગ્રસ્ત મહિલાને હાલ વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.
તપાસમાં વધુ વિગતો બહાર આવશે
પાદરા તાલુકામાં બનેલા આ બનાવને પગલે પંથકમાં ભારે મટી ગઈ હતી. જોકે, આ બનાવ અંગે પોલીસે ગણતરીના કલાકોમાં હવસખોર મથુરની ધરપકડ કરી લઈ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં અને ફરિયાદ મુજબ 65 વર્ષીય મથુરે માનસિક દિવ્યાંગ મહિલાને માર મારીને બે વખત દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. પોલીસ તપાસ બાદ વધુ વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય નહીં.