પહેલા બાળકોને આપ્યું મોત પછી દંપતિએ પણ જીવન ટૂંકાવ્યું, લખ્યુ- બાળકો જીવતા રહેત તો તેને….

ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લામાં એક વ્યક્તિએ પોતાની પત્ની અને બાળકોની હત્યા કરી નાખી. તો તેણે પોતે આત્મહત્યા કરી લીધી. આ વ્યક્તિએ મરતા પહેલા ત્રણ સુસાઈડ નોટ પણ લખી હતી. જેમાં તેણે આ પગલું ભરવાનું કારણ જણાવ્યું હતું અને તેના માતા-પિતાની માફી પણ માંગી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીને જલ્દી જ પકડી લેવામાં આવશે.

આ કારણે પગલું ભર્યું હતું
વ્યવસાયે દવાનો કારોબારી અખિલેશ ગુપ્તા તેના પરિવાર સાથે રહેતો હતો. તેમના પરિવારમાં બે બાળકો અને પત્ની હતી. જ્યારે માતા-પિતા અલગ રહે છે. સોમવારે અખિલેશ ગુપ્તાએ પત્ની સાથે મળીને પહેલા પોતાના બાળકોની હત્યા કરી અને પછી જીવનનો અંત પણ આણ્યો. પોલીસને આ ચારેયના મૃતદેહ ઘરમાં લટકેલા મળી આવ્યા હતા. આ સાથે ત્રણ સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં 42 વર્ષીય અખિલેશ ગુપ્તાએ આપઘાતનું કારણ જણાવ્યું હતું.

કારણ આપતા અખિલેશ ગુપ્તાએ લખ્યું છે કે મરહૈયા વિસ્તારના રહેવાસી અવિનાશ વાજપેયી તેમને ખૂબ હેરાન કરતા હતા જેના કારણે તેમણે આ પગલું ભર્યું હતું. બરેલીના ફરીદપુર વિસ્તારનાં ઉંચા મોહલ્લાના મૂળ નિવાસી અખિલેશ ગુપ્તાએ સુસાઈડ નોટમાં વધુમાં લખ્યું છે કે તેને વ્યાજખોરોએ માનસિક રીતે તોડી નાખ્યો હતો. તે આ દબાણ સહન કરી શક્યો નહીં. જેથી આ પગલું ભર્યું હતું. તો, અખિલેશ ગુપ્તાએ સુસાઇડ નોટમાં બાળકોની હત્યાનો પણ ઉલ્લેખ કર્યો હતો અને લખ્યું હતું કે જો તેમના મૃત્યુ પછી તેમના બાળકો જીવતા રહેતા, તો વ્યાજખોર તેમને મારી નાંખતા. તેથી જ તેણે આ બધું કર્યું. સુસાઈડ નોટમાં તેણે પોતાના કૃત્ય બદલ તેના વૃદ્ધ માતા-પિતાની માફી પણ માંગી છે.

કેસ દાખલ કર્યો
અખિલેશ ગુપ્તાના પિતાએ તેમના પુત્રના મૃત્યુ માટે મરહૈયા વિસ્તારના રહેવાસી અવિનાશ બાજપાઈને જવાબદાર ઠેરવ્યા છે અને તેમની સામે આત્મહત્યા માટે પ્રેરિત કરવા બદલ FIR નોંધાવી છે. પિતાનો આરોપ છે કે અવિનાશ બાજપાઈએ તેમના પુત્રને એવી રીતે ટોર્ચર કર્યો કે તેણે આત્મહત્યા કરી લીધી અને પરિવારને પણ મારી નાખ્યો.

પોલીસના જણાવ્યા અનુસાર, અખિલેશે આત્મહત્યા કરતા પહેલા એક સુસાઈડ નોટ લખી હતી. પછી એ જ વાતો બે અલગ-અલગ પેજમાં પણ લખવામાં આવી છે. સુસાઈડ નોટમાં વ્યાજખોર માટે અપશબ્દો પણ લખવામાં આવ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અખિલેશને દવાનો સારો બિઝનેસ હતો. તે નજીકના કેટલાક જિલ્લાઓમાં પણ સપ્લાય કરવામાં આવી હતી. બીજી તરફ, વ્યાજખોર અવિનાશ બાજપાઈએ દવાઓમાં સારો નફો જોઈને અખિલેશ સાથે ભાગીદારી કરી. તે પછી તેણે તેને હેરાન કરવાનું શરૂ કર્યું. અખિલેશના કહેવા પ્રમાણે, આરોપીઓએ તેને નફાની રકમ આપી ન હતી. અખિલેશ પાસેથી મળી આવેલી ડાયરીના મોટાભાગના પાનામાં વ્યાજખોરને આપવામાં આવેલા પૈસાનો હિસાબ પણ મળી આવ્યો છે.

પોલીસને અખિલેશના ઘરમાંથી ઘણી બધી દવાઓ પણ મળી આવી છે. પોલીસે તપાસ અર્થે દવાઓ કબજે કરી છે. પોલીસે પિતાની ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે અને ટૂંક સમયમાં જ આરોપીઓ ઝડપાઈ જશે.

 

error: Content is protected !!