યુવા નેતા રોડ પર કાર પાર્ક કરી 46 વર્ષની ગર્લફ્રેન્ડ સાથે મનાવતા હતા રંગરેલિયા, આવી ગઈ પત્ની અને પછી…

એક સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક નેતા એક મહિલા સાથે કારમાં રંગરેલિયા મનાવતા પકડાઈ ગયા હતા. બંનેને તેમના જ પરિવારના સભ્યોએ પકડ્યા છે. તે પછી નેતાને તેમની પત્ની અને સાસુએ રસ્તાની વચ્ચે ચંપલથી માર્યા હતા. બીજી તરફ મહિલાને તેના પતિએ મારી હતી. મારામારાથી બંને લોહી લુહાણ થઈ ગયા હતા. મોડે સુધી રોડ પર આ બાબલ ચાલી હતી. આ ઘટનાનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે.

આ ચકચારી કિસ્સો ઉત્તર પ્રદેશના કાનપુરનો છે. રસ્તા પર થઈ રહેલી બબાલની માહિતી મળ્યા પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ બંને પક્ષને તેમની સાથે લઈ ગઈ હતી. પોલીસે આ પ્રકારણમાં નેતાની પત્નીના કહેવા પર 4 લોકો પર એફઆઈઆર નોંધી છે.

મહિલા સાથે રંગરેલિયા કરતાં ઝડપાયેલા નેતાનું નામ મોહિત સોનકર છે. તે ભાજપના કાનપુર-બુદેલખંડના ક્ષેત્રીય મંત્રી છે. મોહિતના એકસ્ટ્રા મેરિટલ અફેર વિશે પરિવારને ખ્યાલ હતો. જોકે બધા તેમને રંગે હાથ પકડાઈ દેવા માંગતા હતા.

શનિવારે રાતે મોહિત આનંદપુરી સોસાયટીના કેમ્પસમાં કારમાં ભાજપની એક મહિલાની સાથે હતા. તેની માહિતી પરિવારને હતી. પત્ની મોની સોનકર અને સાસુ સહિત સાસરી પક્ષના લોકોએ તેમને કારમાં રંગરેલિયા મનાવતા પકડી લીધા હતા. મોહિતને તેની પત્ની અને સાસરી પક્ષના લોકોએ રસ્તા વચ્ચે માર્યો હતો. બચવા માટે મોહિત ભાગ્યો તો તેને દોડીને પકડી લીધો હતો.

ભાજપ નેતા 32 વર્ષના અને ગર્લફ્રેન્ડ 46 વર્ષની
મોહિતને 2 બાળકો પણ છે. તે જે મહિલાની સાથે કારમાં હતો, તેની ઉંમર 46 વર્ષની છે. તે પોતે 32 વર્ષનો છે. 15 વર્ષ મોટી મહિલા સાથે અફેરમાં હતો. આ વાતને લઈને રોજ ઘરમાં કકળાટ થતો હતો. એટલું જ નહિ નેતા પોતાની પત્ની અને બાળકોનો સાથ છોડી દેવાનું કહી રહ્યો હતો.

સોસાયટીના લોકો પણ હેરાન હતા
મોહલ્લાના લોકોએ જણાવ્યું કે નેતા રોજ મહિલા કાર્યકરની સાથે કારમાં આનંદપુરી કેમ્પસમાં રાતે કલાકો સુધી બેસી રહેતા હતા. નેતા હોવાના કારણે કોઈ આ બાબતનો વિરોધ કરવાની હિંમ્મત પણ કરતુ નહોતું. જોકે પકડાઈ ગયા પછીથી લોકોએ પોલીસ અને પરિવાર સામે ખુલીને આ બાબત કહી હતી.

error: Content is protected !!