સુરતની ગ્રીષ્મા જેવી વધુ એક ઘટના, ડોક્ટર યુવતીનું ગળું કાપી નાખ્યું, તરફડિયા મારી મારીને મોત

સુરતમાં 21 વર્ષની માસૂમ દીકરી ગીષ્માની હત્યાનો બનાવ તાજો જ છે ત્યારે વધુ એક જઘન્ય કિસ્સો સામે આવ્યો છે. એક માથાભરેલ પતિએ પત્નીનું ગળું કાપીને હત્યા કરી નાખી છે. મહિલા વ્યવસાયે ડોક્ટર હતી. શનિવારે સાંજે સાડા ચાર વાગ્યાના આસપાસ મહિલા તેના ક્લિનિકમાં એકલી બેઠી હતી, ત્યારે તેનો પતિ આવ્યો અને તેની પાસે પાંચ લાખ રૂપિયા માંગ્યા. પત્નીએ પૈસા આપવાની ના પાડી, જેના પર બંને વચ્ચે ઝઘડો વધ્યો અને મામલો મારામારી સુધી પહોંચ્યો. ગુસ્સે ભરાયેલા પતિએ સર્જીકલ બ્લેડ વડે ત્રણ વખત વાર કરીને પત્નીની હત્યા કરી હતી.

મહિલા ક્લિનિકમાંથી બહાર આવી તેના ગળામાંથી લોહી નીકળતું હતું. આ જોઈને સ્થળ પર હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી. લોકોએ દોડીને ભાગી રહેલા આરોપી પતિને પકડી લીધો હતો અને આ અંગે પોલીસને જાણ કરી હતી. કેટલાક લોકો મહિલાને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી.

પહેલા પતિ સાથે છૂટાછેડા લીધા બાદ બીજા લગ્ન કર્યા હતા
આ મામલો બુલંદશહેરના ગુલાવઠી વિસ્તારના બરાલ ગામનો છે. અહીં સુશીલા વિહારની રહેવાસી પૂનમ (34) ગામની બહાર ખાનગી ક્લિનિક ચલાવતી હતી. તેણીએ છ વર્ષ પહેલા તેના પતિ સાથે છૂટાછેડા લીધા હતા. જે બાદ તેણે રાહુલ સાથે લવ મેરેજ કર્યા હતા. લગ્નના થોડા મહિના પછી બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા. જણાવવામાં આવી રહ્યું છે કે રાહુલ વ્યવસાયે બિઝનેસમેન છે, પરંતુ તેનું કામ બરાબર ચાલી રહ્યું ન હતું. બંનેના લગ્નને 6 વર્ષ થયાં હતાં.

પત્ની પાસેથી પાંચ લાખ રૂપિયાની માંગણી કરતો હતો
તો, પૂનમ ક્લિનિકમાંથી સારી રકમ કમાતી હતી. રાહુલ દરરોજ પૂનમ પાસે પૈસાની માંગણી કરતો હતો. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. પૂનમે તેની કમાણીમાંથી ઘણી રોકડ એકઠી કરી હતી. રાહુલને આ વાતની ખબર પડી. તેણે પૂનમ પાસે પાંચ લાખ રૂપિયા માંગવાનું શરૂ કર્યું, પરંતુ પૂનમ આપવા તૈયાર ન હતી.

સવારે ઝઘડો થતાં ક્લિનિક પહોંચ્યો હતો
શનિવારે સવારે આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. પૂનમે પૈસા ન આપ્યા અને બાદમાં તે ક્લિનિક પર ગઈ હતી. સાંજે સાડા ચાર વાગ્યે રાહુલ પણ ક્લિનિક પર પહોંચ્યો હતો. પૈસાને લઈને ફરી ઝઘડો થયો. જોતજોતામાં, રાહુલે સર્જિકલ બ્લેડ વડે પૂનમનું ગળું ત્રણ વાર ચીરી નાખ્યું. તો, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કર્યા પછી, મૃતદેહને કબજે કરીને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો.


ચાર વર્ષની છે પુત્રી
પૂનમની માતા સુશીલા વિહાર કોલોનીમાં રહે છે. જ્યારે પિતા ક્ષત્રપાલ સિંહનું નિધન થયું છે. પૂનમ સુશીલા વિહારમાં જ ભાડે રહેતી હતી. પતિ રાહુલ હાપુડનો રહેવાસી છે. પૂનમ અને રાહુલને ચાર વર્ષની પુત્રી પણ છે.

error: Content is protected !!