પહેલા ગર્ભવતી યુવતીને મોતને ઘાટ ઉતારી, પછી તેનું પેટ ચીરી બાળક કાઢી લીધું, રુંવાટા ઉભા કરી દેતા બનાવ

એક રુંવાટા ઉભા કરી દેતા બનાવે બધાને હચમચમાવી નાખ્યા હતા. એક મહિલાએ સંતાનની લાલચમાં જઘન્ય અપરાધ કર્યો હતો. મહિલાએ પોતાના પ્રેમી અને દીકરી સાથે મળી એક 19 વર્ષની ગર્ભવતી યુવતીની હત્યા કરી નાખી હતી. એટલું જ નહીં હત્યા બાદ આરોપીઓએ ગર્ભવતી યુવતીનું પેટ કાપીને બાળક ચોરી લીધું હતું.

આ ચકચારી કેસમાં તમામ આરોપીઓ હાલ જેલમાં છે. જેમના વીકલે કોર્ટમાં પ્રી-ટ્રાયલ મોશન લગાવી છે. આથી અંદાજે સવા બે વર્ષ પહેલાનો આ મામલો ફરી મીડિયામાં ચમક્યો છે. આ ધ્રુજાવી દેતો કિસ્સો અમરેકિાના ઈલિનોઈસ સ્ટેટનો છે.

શું હતી ઘટના? :અમેરિકાના ઈલિનોઈસ સ્ટેટમાં માર્લેન લોપેજ નામની 19 વર્ષની ગર્ભવતી યુવતી રહેતી હતી. માર્લેન લોપેજને બાજુમાં રહેતી ક્લેરિસા ફિગરોઆ નામની મહિલાએ બાળકને કપડાં આપવાની લાલચ આપીને પોતાના ઘરે બોલાવી હતી. જ્યાં ક્લેરિસા ફિગરોઆ અને તેની દીકરીએ ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી હતી. માર્લેન લોપેજના મોત બાદ તેનું પેટ ચીરીને નવજાતને ગર્ભમાંથી કાઢી લીધો હતો.

બાળક બે મહિના જ જીવતું રહ્યું: ક્લેરિસા ફિગરોઆ નામની મહિલાએ જે બાળક ચોર્યું હતું તે માત્ર બે મહિના જ જીવી શક્યું હતું. ચોરી કરનાર મહિલાએ તેનું નામ જોવની લોપેજ રાખ્યું હતું. પેટ ચીરતી વખતે બાળકને માથામાં ઈજા પહોંચી હતી. જેના કારણે તે બે મહિનાથી વધારે જીવી શક્યું નહોતું અને તેણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

આરોપી મહિલાને તેના પ્રેમીએ મદદ કરી: ક્લેરિસા ફિગરોઆ નામની આરોપી મહિલાને તેના પ્રેમી પિયોટ્ર બોબકે અને પુત્રીએ હત્યાને છૂપાવવામાં મદદ કરી હતી . મૃતક ગર્ભવતી યુવતી માર્લેન લોપેજની લાશ આરોપી મહિલાના ઘરની પાછળ કચરામાંથી મળી આવી હતી. બાદમાં પોલીસ તપાસમાં ભાંડો ફૂટ્યો હતો. ત્રણેય આરોપીઓ સામે પોલીસે હત્યાનો કેસ નોંધી ધરપકડ કરી હતી.

ફેસબૂક ગ્રુપથી સંપર્કમાં આવ્યા હતા: મૃતક યુવતી માર્લેન લોપેજ અને આરોપી મહિલા ક્લેરિસા ફિગરોઆ ફેસબૂક પર ગર્ભવતી માતાઓના બનેલા એક ગ્રુપથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.

પતિએ કહ્યું તે એક સારી માતા હતી: આ ઘટના બાદ મૃતક યુવતી માર્લેન લોપેજનો પરીવાર ભાંગી પડ્યો હતો. તેના પતિ યોવાની લોપેજે કહ્યું હતું કે મારી પત્ની એક સારી માતા હતી. તે પોતાના ઘર માટે સમર્પિત હતી. તે કોઈનું ખોટું વિચારતી પણ નહોતી.

error: Content is protected !!