સુરતમાં વધુ એક કુટણખાનું ઝડપાયું, પોલીસે દરોડા પાડ્યા તો મળ્યા એવી હાલતમાં કે…

સુરતઃ ગુજરાતમાં છેલ્લા દિવસોમાં ઘણા સ્થળો ઉપર પોલીસ રેડ પાડી અને દેહ વ્યાપાર ધંધાનો પર્દાફાશ કરી રહી છે. ઘણી જગ્યાએ સ્પા અને બ્યુટીપાર્લરની આડમાં ચાલતા કુટણખાના ઝડપાતા હોય છે અને એમાં પણ સુરતમાંથી આવી ઘટનાઓ અવાર નવાર સામે આવે છે, ત્યારે હાલ જ પોલીસ દ્વારા એક કુટણખાનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે 5 લલના અને 2 ગ્રાહક સહિત એક સંચાલક અને એક માલિકની કરી ધરપડક કરી આગળની તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ પીપલોદના ઇસ્કોન મોલમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર સુરત પોલીસ મિસિંગ સેલની રેડ પડતા ભાગદોડનો માહોલ ઉભો થયો હતો. પોલીસે 5 લલના અને 2 ગ્રાહક સહિત એક સંચાલક અને એક માલિકની કરી ધરપડક કરી આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસે જણાવ્યું હતું કે, રેડ બાતમીના આધારે પાડવામાં આવી હતી. બ્રાન્ડેડ શો રૂમવાળા મોલમાં સ્પાની આડમાં કુટણખાનું ચાલી રહ્યું હોવાનું અને ગ્રાહકો પાસે પૈસા ખંખેરાય રહ્યા હોવાનું જાણવા મળતા આયોજન કરી તમામને રંગેહાથે પકડી પાડવા પોલીસે ગુપ્ત રેડ કરી હતી.

મિસિંગ સેલના પીઆઈ જી.એ.પટેલની બાતમીના આધારે કરાયેલી રેડમાં 5 લલના ઝડપાઈ ગઈ હતી. પોલીસે હાલ સંચાલક અને શોપ માલિકની પણ ધરપકડ કરી છે. યુવતીઓ ક્યાં દેશ કે રાજ્યની છે એની તપાસ હાથ ધરી છે. કેટલા સમયથી આ ધંધા સાથે સંકળાયેલી છે, ક્યાં થી આવી છે. કોના હસ્તે એટલે કે રેફરન્સથી સુરત લવાય છે એ તમામ બાબત તપાસનો વિષય છે. આ તમામ વિગતોની પોલીસ દ્રારા તપાસ હાથ ધરવામાં આવી છે

આ રેડમાં પોલીસે 1 ભારતીય અને 4 થાઈલેન્ડની રૂપલલનાને મુક્ત કરાવાઈ હતી. પોલીસે સ્પા સંચાલક, મેનેજર અને બે ગ્રાહકોની ધરપકડ કરી છે, અને 46 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસને સ્પામાંથી 5 કોન્ડોમ પણ મળી આવ્યા હતા.

પોલીસે હાલ સ્પા સંચાલક પ્રજ્ઞેશ કંથારીયા, મેનેજર અને બે ગ્રાહકની ધરપકડ કરી હતી. સાથેસાથ રૂપ લલનાઓ પુરી પાડી દલાલની ભૂમિકા ભજવનાર વિજય પાટીલ અને ઝૂન નામની વિદેશી યુવતીને વોન્ટેડ જાહેર કર્યા હતા.

error: Content is protected !!