નવયુગલે ગામઠી સ્ટાઇલમાં કરાવ્યું પ્રિ-વેડિંગ ફોટોશૂટ, લગ્ન કંકોત્રી જોઈ આંખો થઈ જશે પહોળી

આજકાલ ચારેકોર લગ્નની સિઝન ચાલુ છે ત્યારે રાજકોટમાં થનાર આ લગ્ન એક અનોખા લગ્ન છે. આવતી 5 ફેબ્રુઆરીના રોજ વસંતપંચમીનો દિવસ છે અને આ દિવસે લગ્ન માટે વણજોયા મુહૂર્ત હોવાનું માનવામાં આવી રહ્યું છે. 5 ફેબ્રુઆરીના રોજ રાજકોટમાં ખાંડેખા પરિવારને આંગણે લગ્નનો રૂડો અવસર યોજાવા જઇ રહ્યો છે. જય ખાંડેખા નામના યુવાને લગ્નની અનોખી બનાવી છે. કંકોત્રીમાં અલગ આઈડિયા અપનાવી અખબાર જેવી બનાવી છે.

સાથે સાથે જ ગામઠી સ્ટાઇલમાં અનોખું પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરાવ્યું છે. તેમજ ચોરીના ચાર ફેરા ફરવા સમયે અનોખો સંકલ્પ કરવા નક્કી કર્યું છે. જેમાં કોરોનામાં મોતને ભેંટેલા માતા-પિતા વિનાની 21 દીકરીઓના લગ્ન કરાવવાનો સંકલ્પ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાત આહિર સમાજના અગ્રણી નાથાભાઈનાં પૌત્ર, શ્રીમતી દીનાબેન તથા મેહુલભાઈના પુત્ર જય ખાંડેખાના લગ્ન રાજકોટ નિવાસી શ્રીમતી જયશ્રીબેન તથા નાગાજણભાઈ સવસેરાની પુત્રી સોનલ સાથે આગામી તારીખ 5 ફેબ્રુઆરીના રોજ વસંત પંચમીનાં દિવસે યોજાવાના છે.

જય બોરીચાના લગ્નની કંકોત્રીમાં તદન નવો કોનસેપ્ટ હાથ ધરાયો છે. આ લગ્ન અનોખા લગ્ન એટલા માટે છે કેમ કે જયના પિતા મેહુલભાઇએ દિકરાના લગ્નની અનોખી કંકોત્રી તૈયાર કરી છે. જે રીતે સવારે લોકો ચા સાથે અખબારનું વાંચતા હોય છે એ રીતે લગ્ન કંકોત્રીને આખી અખબારરુપે તૈયાર કરાઈ છે.

છેલ્લા કેટલાક સમયથી લગ્ન પહેલા પ્રિ-વેડીંગ શૂટ કરવા માટેનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જેમાં મોટાભાગે લોકો દરિયાકિનારે દીવ, દમણ, શિવરાજપુર, માંડવી સહિતના અન્ય લોકેશન પસંદ કરતા હોય છે. પરંતુ આ નવયુગલ જય અને સોનલ દ્વારા પોતાના આહિર સમાજના પહેરવેશ મુજબ ગામઠી સ્ટાઈલમાં પ્રિ-વેડિંગ ગામડાની અંદર કરવામાં આવ્યું છે. આ પ્રિ-વેડિંગના ફોટા કંકોત્રીમાં મૂકવામાં આવ્યા છે.

“જેમાડી” ટાઈટલ અંતર્ગત આ 6 પાનાની કંકોત્રીમાં લગ્ન સમારોહની રૂપરેખા સાથે ગામઠી સ્ટાઇલમાં પ્રિ-વેડિંગના ફોટો તેમજ યુવાનોને શીખ, વાર્તા અને સમાજલક્ષી ગુલાબદાન બારોટની લખેલી કવિતા મૂકવામાં આવી છે. તેમજ આહિર સમાજની પરંપરા અને ઇતિહાસ પણ કંકોત્રીમાં કંડારવામાં આવ્યો છે. આ સિવાય લગ્નના મહત્વનો અહેવાલ પણ મૂકવામાં આવ્યો છે. કંકોત્રીમાં આહિર સમાજની સંસ્કૃતિને લગતો લેખ આલેખવામાં આવ્યા છે. તેમજ દેશના વડાપ્રધાનના ન્યૂઝ પણ મૂકવામાં આવ્યા છે.

કંકોત્રીની છઠ્ઠા પાને લગ્નના સાત ફેરા અને તેનું મહત્વ તસવીરો સાથે દર્શાવાયું છે. નવયુગલ જય અને સોનલે એકસાથે એવો સંકલ્પ કર્યો છે કે, જે દીકરીઓના માતા-પિતાનું કોરોનામાં નિધન થયું હોય તેવી 21 દીકરીઓના તમામ પ્રકારના કરિયાવર સાથે લગ્ન કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જયના પિતા મેહુલભાઈ ખાંડેખા જેમાડી ગ્રુપથી રાજકોટમાં જાણિતા છે અને તેઓ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે.

error: Content is protected !!