કારમાં બે વ્યક્તિ બેઠી હતી ને અચાનક CNG ટાંકી ફાટી, કારના ફૂરચેફૂરચા ઉડી ગયા, જુઓ શોકિંગ તસવીરો
પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાને કારણે CNG કારનું ચલણ વધ્યું છે. જોકે કારને CNG કરવાની સાથે તેમાં આગ લાગવાનું જોખમ પણ તેટલું જ વધારે રહેતું હોય છે. ત્યારે અમદાવાદના શાસ્ત્રીનગરમાં CNG કારમાં વિસ્ફોટની ઘટના સામે આવી છે. જોકે આ બનાવમાં કોઈ જાનહાની થઈ હોવાનું સામે આવ્યું નથી. ખાસ વાત એ છે કે બ્લાસ્ટ સમયે કારમાં જ બે યુવકો બેઠા હતા, પરંતુ તેમનો પણ આબાદ બચાવ થયો છે. હાલ આ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
બ્લાસ્ટથી કારના ફૂરચેફૂરચા ઉડી ગયા
શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં કાળા રંગની હોન્ડા સિટી કારમાં બ્લાસ્ટ થવાનો બનાવ બન્યો હતો. આ બનાવના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં રસ્તે જતી કાર ઊભી રહે છે અને સેકન્ડોના સમયમાં જ તેમાં બ્લાસ્ટ થાય છે.
જેમાં કારના ફૂરચે ફૂરચા ઉડી જાય છે તથા કાચ પણ ફૂટી જાય છે. બ્લાસ્ટ સમયે અંદર બે વ્યક્તિઓ પણ બેઠેલી હોય છે. પરંતુ સદનસીબે તેમનો આબાદ બચાવ થાય છે. બ્લાસ્ટના કારણે આસપાસ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
અગાઉ ભરૂચમાં CNG કારમાં બ્લાસ્ટ થયો હતો
નોંધનીય છે કે, થોડા સમય પહેલા જ ભરૂચમાં નર્મદા ચોકડી પાસે CNG સ્ટેશન પર ગેસ ફિલિંગ વખતે કારની ટેન્ક ફાટતાં કારના ફુરચેફુરચા ઊડવા સાથે અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટનાના CCTV સામે આવ્યા હતા.
CNG પમ્પ પર લાગેલા CCTVમાં બ્લાસ્ટની સમગ્ર ઘટના કેદ થઈ હતી. સદનસીબે સુરતના કોન્ટ્રેકટર પરિવાર અને CNG પમ્પ પર હાજર સ્ટાફનો ચમત્કારિક બચાવ થયો હતો. ફિલર સહિત બે કારની 4 વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.