આ બે સગા ખેડૂતબંધુઓએ ધાબા પર ઉગાડ્યું કેસર ને એક જ ઝાટકે કરી 9 લાખની કમાણી

હિસારઃ હરિયાણાના હિસારના બે ખેડૂતોએ પોતાના ઘરના ધાબે કેસરની ખેતી કરીને તમામને નવાઈમાં મૂકી દીધા છે. સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે કેસરની ખેતી માત્રને માત્ર જમ્મુ કાશ્મીરમાં થાય છે. જોકે, ખેડૂતોએ એરોફોનિક વિધિથી કેસરની ખેતી કરીને 6-9 લાખ રૂપિયનો નફો કર્યો છે.

કોથકલામાં રહેતા બે સગા ખેડૂતો ભાઈ નવીન તથા પ્રવીણે કેસરની ખેતી કરવાની માહિતી યુ ટ્યૂબ પરથી લીધી હતી. કેસરના બીજ 250 રૂપિયા પ્રતિ કિલોના ભાવે જમ્મુથી લાવ્યા હતા. તેમણે આઝાદ નગર સ્થિત ઘરમાં 15 બાય 15ના રૂમના ધાબા પર લૉકડાઉન દરમિયાન ટ્રાયલ તરીકે કેસરની ખેતી શરૂ કરી હતી અને આ પ્રોજક્ટને ઓગસ્ટથી નવેમ્બર 2020 સુધીમાં પૂરો કર્યો હતો.

લૉકડાઉન દરમિયાન આ બંને ખેડૂતોએ આ કમાલ કરી હતી. એરોફોનિક પદ્ધતિથી ચીન, સ્પેન તથા ઈરાનમાં કેસરની ખેતી કરવામાં આવે છે. ભારતમાં કેસરની ખેતી જમ્મુ કાશ્મીરમાં થાય છે. જોકે, આ બંને ખેડૂતોનું માનવું છે કે મહેન, લગન તથા નિષ્ઠાથી કોઈ પણ કામ કરવામાં આવે તો મોટામાં મોટું કામ પણ સરળ બની જાય છે.

ટ્રાયલ દરમિયાન 100 કિલોથી વધુ કેસરના બીજની ખેતી કરી હતી, જેમાં એકથી દોઢ કિલો કેસર ઉગ્યું હતું. પહેલી જ વારમાં 6-9 લાખ રૂપિયાનો ફયાદો થયો હતો. બજારમાં કેસ અઢીથી ત્રણ લાખ રૂપિયે કિલો મળે છે.

નવીન તથા પ્રવીણે કહ્યું હતું કે આ પ્રોજેક્ટ હરિયાણામાં શરૂ કરીને તેઓ પીએમ મોદીનું સપનું 2022 સુધીમાં પૂરી કરી દેશે. મોદીનું સપનું છે કે ખેડૂતોની આવક ડબલ થાય. સાતથી 10 લાખ રૂપિયામાં પ્રોજેક્ટ શરૂ કરી શકાય છે, જેમાં અનેક પ્રકારના મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. કેસરની ખેતી કરીને ખેડૂત પ્રથમ વર્ષે 10-20 લાખ રૂપિયાની કમાણી કરી શકે છે. કેસરની ખેતી માટે બંને ભાઈઓએ નોકરી પણ છોડી દીધી છે.

એકવાર ખેડૂત રેડ ગોલ્ડ વાવીને કેસરની ખેતી પાંચ વર્ષ સુધી કરી શકે છે, કારણ કે આ કામમાં મજૂરની જરૂર પડતી નથી. વ્યક્તિ સરળતાથી એકલા જ આ ખેતી કરી શકે છે. ખેતી ખુલ્લામાં કરી શકાયા છે. દિવસનું તાપમાન 20 ડિગ્રી તથા રાતનું તાપમાન 10 ડિગ્રી હોવું જોઈએ. 90 ટકા ભેજ હોવો જરૂરી છે. સૂર્યપ્રકાશ સીધો પડવો જોઈએ નહીં. જો સૂર્યપ્રકાશ ના આવતો હોય તો લાઈટનો ઉપયોગ કરી શકાય છે. બેક્ટરિયા ફ્રી લેબ હોવી જોઈએ અને થર્મોકોલ પણ વાપરી શકાય.

બંને ભાઈઓએ હરિયાણા સરકાર પાસે કેસરની ખેતી કરવા માટે સરકાર સબસિડી આપે તેવી માગણી કરી છે. તેમણે કહ્યું હતું કે જો કોઈ ખેડૂત કેસરની ખેતી કરવા માગે છે, તો તેમને સંપર્ક કરશે તો તેઓ સંપૂર્ણ માહિતી આપીને તેમને ગાઈડ કરશે.

કેસરના ફૂલમાંથી સાબુ, ફેસ માસ્ક, તેલ સહિત વિવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે. બંને ભાઈઓએ લેબમાં છોડ તૈયાર કર્યો હતો. કેસર હાયપર ટેન્શન, ખાંસી, યૌનક્ષમતા વધારવામાં, ગર્ભવતી મહિલાઓ માટે, હૃદયરોગના દર્દીઓ માટે ફાયદાકારક છે.

error: Content is protected !!