બે જીગરજાન મિત્રોની ડીજેના તાલે અંતિમયાત્રા નીકળી, 2 મિત્રોનું સંગાથે પ્રયાણ, સાથે જીવ્યા ને સાથે મર્યા

જામનગરઃ સાયલા પાસે કાર પલટી જતાં અકસ્માતમાં મૃત્યુ પામેલા જામનગરના બે જીગરજાન મિત્રની ડીજે સાથે અંતિમયાત્રા નીકળી હતી. બંને મિત્રની એકસાથે વિદાયથી બંનેના પરિવાર અને મિત્રવર્તુળમાં ઘેરાશોકની લાગણી ફેલાઇ છે.

જામનગરમાં દિગ્વિજય પ્લોટમાં રહેતા વિનય ધીરજલાલ પંચોલી ધંધાકીય કામ માટે દુબઇ ગયો હોય ત્રણ દિવસ પહેલા પરત ફર્યા હતાં. આથી તેમના જીગરજાન મિત્ર કેતન મહેન્દ્રભાઇ ઓઝા તેમજ કૃણાલ, રવિ સહિત ચાર મિત્ર તેને કાર લઇ મુંબઇ તેડવા ગયા હતાં.

જયાંથી પરત ફરતા હતાં ત્યારે શુક્રવારે સવારે સાયલા નજીક કારચાલક વિનયે કોઇ કારણોસર સ્ટેરીંયગ પરનો કાબૂ ગુમાવતા કાર ડીવાઇડર સાથે અથડાઇને પલટી મારી ગઇ હતી

આથી કારચાલક વિનય અને તેની બાજુમાં બેસેલા કેતન ઓઝાને ગંભીર ઇજા થતાં બંનેના ધટના સ્થળે મૃત્યુ નિપજયા હતાં. જયારે અન્ય ત્રણ મિત્રને સામાન્ય ઇજા થતા બચાવ થયો હતો.

બંને જીગરજાન મિત્રના સાયલા હોસ્પિટલમાં પીએમ બાદ સાંજે મૃતદેહ જામનગર લવાયા હતાં. મૃતક બંને જીગરજાન મિત્ર હોય બંનેની અંતિમયાત્રા એકસાથે કાઢવામાં આવી હતી. આટલું જ નહીં બંને મિત્ર હમેશા ખુશ રહેવામાં માનતા હોય અને સંગીતપ્રેમી હોવાથી ડીજે સાથે અંતિમયાત્રા નીકળી હતી.

error: Content is protected !!