સિરિયલમાં હંમેશા સાડીમાં જોવા મળતી ‘અનુપમા’ એ બ્લેક બિકીની પહેરી પૂલમાં ઉતરી લગાવી દીધી આગ

મુંબઈઃ ટીવી સિરિયલ ‘અનુપમા’માં લીડ રોલ પ્લે કરતી રૂપાલી ગાંગુલી સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. હાલમાં જ રૂપાલી પતિ તથા દીકરા સાથે લોનાવાલામાં વેકેશન એન્જોય કરી રહી છે. રૂપાલીએ વેકેશનની તસવીર શૅર કરી છે, જેમાં એક તસવીરમાં તે બ્લેક બિકીનીમાં પૂલમાં જોવા મળે છે.

સ્વિમિંગ પૂલમાં દીકરા સાથે જોવા મળી
રૂપાલીએ શૅર કરેલી તસવીરમાં તે દીકરા રુદ્રાંશ સાથે સ્વિમિંગ પૂલમાં છે. તેણે બ્લેક રંગની બિકીની પહેરી છે. તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘માર સનશાઇનને જન્મદિવસની શુભેચ્છા. તારી માતા તરીકે મને પસંદ કરવા માટે આભાર.’ અન્ય એક તસવીરમાં રૂપાલી દીકરા સાથે જોવા મળે છે.

તાજેતરમાં જ નવી કાર ખરીદી
થોડાં મહિના પહેલાં જ રૂપાલી ગાંગુલીએ નવી કાર ખરીદી હતી. રૂપાલીએ સો.મીડિયામાં તસવીર શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી. રૂપાલી ગાંગુલીએ લાલ રંગની મહેન્દ્ર થાર ખરીદી છે. આ કારની કિંમત અંદાજે 14 લાખ રૂપિયા છે. કારની તસવીર શૅર કરીને રૂપાલીએ કહ્યું હતું, ‘ભારતીય બનો, ભારતીય ખરીદો. ભારતીયને સપોર્ટ કરો.

એક એપિસોડના 70 હજાર રૂપિયા મળે છે
રૂપાલી ગાંગુલીએ સાત વર્ષ બાદ ટીવી સિરિયલ ‘અનુપમા’થી કમબેક કર્યું છે. આ સિરિયલમાં તે લીડ રોલમાં છે. સૂત્રોના મતે, રૂપાલી મહિનામાં 25 દિવસ શૂટિંગ કરે છે. તેને એક દિવસના 70 હજાર રૂપિયા મળે છે. 25 દિવસ શૂટ કરવાના 17 લાખ 50 હજાર રૂપિયા મળે છે.

error: Content is protected !!