રાજકોટમાં સર્જાયા હૃદયદ્રાવક દૃશ્યો, જુડોના ખેલાડી અને કોચની અંતિમયાત્રા નિકળી, પરિવારજનું હૈયાફાટ રુદન
બગોદરા -વટામણ હાઇવે પર આવેલા મેમર ગામ પાસે પડેલી બંધ ટ્રક પાછળ તુફાન ગાડી ઘૂસી જતાં ચાલક, એક વિદ્યાર્થીની સહિત ત્રણ વ્યકિતના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. વાપી ખાતે રાજ્યકક્ષાની જુડો સ્પર્ધામાં ભાગ લઇને પરત જતાં રાજકોટની ત્રણ સ્કૂલોના વિદ્યાર્થીઓ, શિક્ષકો, કોચ સહિતનાને ઇજા પહોંચતા સારવાર અર્થે બગોદરાની હોસ્પિટલમાં વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડવમાં આવ્યા હતા.
રાજકોટની એલજી ધોળકીયા, જસાણી અને એસએમકે સ્કૂલના વિદ્યાર્થીઓ ગત તા. 12-12-2021 ના રોજ વાપી ખાતે યોજનાર જિલ્લા કક્ષાની જુડોની સ્પર્ધામાં ભાગ લેવા ગયા હતા. બાદમાં સ્પર્ધા પૂર્ણ થતાં બુધવારની વહેલી પરોઢે શિક્ષકો, કોચ અને વિદ્યાર્થીઓ તુફાન કારમાં પરત રાજકોટ જઇ રહ્યા હતા.
ત્યારે બગોદરા- વટામણ હાઇવે પર આવેલા મેમર ગામ પાસે રોડ પર પડેલી એક બંધ ટ્રક પાછળ તૂફાન ગાડી ઘૂસી જતાં એક વિદ્યાર્થીની, ગાડીનો ચાલક અને અન્ય એક વ્યકિત સહિત ત્રણના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જયારે ગાડીમાં સવારે અન્ય દસ જેટલા મુસાફરોને ઇજા થતાં બગોદરા, બાવળા, ફેદરા અને ધોળકાની 108 ની મદદ લઇને તમામને સારવાર અર્થે બગોદરા અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતના પગલે હાઇવેની બંને સાઇડ ટ્રાફિક જામ થતાં પોલીસે દોડી આવીને વાહન વ્યવહાર રાબેતા મુજબ કરાવ્યો હતો અને અકસ્માતમાં મૃતકોની લાશનો કબજો લઇને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.
મૃતકોની યાદી : વિશાલભાઇ મુકેશભાઈ ઝરીયા હર્ષભાઈ ભાર્ગવભાઈ પઢીયાર, ઇશીતા બહેન ધોળકીયા (તમામ રહે. રાજકોટ ઇજાગ્રસ્તોની યાદી અવનીબેન અશોકભાઇ ડોડીયા ઉ.વ 16 કિષનાબેન કલ્પાભાઇ બારોટ ઉ.વ 16 એકતાબેન નિલેશભાઇ લીબાચીયા ઉ.વ 17
હીરલબેન મગનભાઈ નંદવાણા ઉ.વ 18 ધનવાનભાઈ મનીષ કુમાર ગઢીયા ઉ.વ 40 નિલમબેન ચોહાણ ઉ.વ 23 વ્રજભૂષણ રામનાથ રાજપુત ઉ.વ 35 અતુલભાઇ રામજીભાઈ ભડેલીયા ઉ.વ 49 ( ડાઇવર) રાજીવભાઇ મધુભાઈ ચોહાણ ઉ.વ 36 કરણભાઈ જયેન્દ્રભાઇ ઝારસાણીયા ઉ.વ 18 (તમામ રહે – રાજકોટ)