જેઠાલાલનાં ચિત્ર વિચિત્ર કપડાં આખરે આવે છે ક્યાંથી? આ ખાસ દુકાનેથી કરે છે ખરીદી

જેઠાલાલ ઉર્ફ દિલિપ જોશી છેલ્લા ઘણા વર્ષોથી નાના-મોટા પડદા પર કામ કરી રહ્યાં છે. પોતાની સુંદર કોમિક ટાઇમિંગને કારણે તેઓએ તમામ દર્શકોના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી લીધી છે. ટેલિવિઝનના જાણીતી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આમ તો દરેક પ્રકારના રોલ કર્યા છે પરંતુ જેઠાલાલની વાત જ અલગ છે. માત્ર તેમના બોલવાના લહેકાથી લઇને તેમના પહેરવેશ પણ ખાસ છે.

સિરિયલ ‘તારક મહેતા કા ઊલટા ચશ્મા’માં જેઠાલાલની વાત, અંદાજ અને કિસ્સા મનમોહક છે. તો જેઠાલાલ જેટલા રંગીલા છે એટલો જ રંગીલો તેમનો પહેરવેશ છે. જેઠાલાલનો શર્ટ અને ગુજરાતી સ્ટાઇલના કુર્તા દર્શકોને રોમાચિંત કરે છે. ખાસ વાત છે કે, જેઠાલાલ આ સિરિયલમાં જે કપડાં પહેરે છે તેમના તે રીપીટ કરતાં નથી. જેમની પાસેથી ‘જેઠાલાલ’ કપડાં લે છે તેમણે ખુદ જણાવ્યું.

ઉલ્લેખનીય છે કે, ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ને લગભગ 13 વર્ષ થઈ ગયાં છે. હજુ પણ આ સિરિયલની લોકપ્રિયતા યથાવત છે. સિરિયલમાં જેઠાલાલનો રોલ દિલીપ જોશી શરૂઆતથી પ્લે કરી રહ્યાં છે.

ગોકુલધામમાં કોઇ તહેવાર હોય કે પછી કોઇ ઉજવણી, દર્શકોને સૌથી વધુ જો કોઇ વધુ પસંદ છે તો એ છે જેઠાલાલનો નિરાલો અંદાજ. દરેક તહેવાર પર તેઓ ખાસ વસ્ત્રોમાં જ નજર આવે છે. જેઠાલાલ આમ તો શર્ટ અને કુર્તો જ પહેરે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ શોની શરૂઆતથી જ જેઠાલાલ એટલે કે દિલિપ જોશીના કપડાને એક જ વ્યક્તિ ડિઝાઇન કરી રહ્યા છે.

કોણ બનાવે છે જેઠાલલાના કપડા
વર્ષ 2008થી જ મુંબઇના જીતુ ભાઇ લખાણી જેઠાલાલના પાત્રના કપડા ડિઝાઇન કરતા આવે છે. સામાન્ય દિવસોમાં દિલિપ જોશી માટે સામાન્ય કપડા બનાવે છે તો ખાસ તહેવારો માટે શર્ટની ડિઝાઇન પણ તૈયાર કરે છે.

એક ઇન્ટરવ્યુમાં જીતુ ભાઇ લખાણીએ જણાવ્યું હતું કે કોઇ પણ નવો શર્ટને બનાવવામાં બે કલાક જ્યારે ડિઝાઇન કરવામાં અંદાજે 3 કલાકનો સમય લાગે છે. આવા શર્ટનું વેચાણ એટલું વધુ છે કે દૂર-દૂરથી લોકો જેઠાલાલ સ્ટાઇલના શર્ટ બનાવવાની માગણી કરે છે.

‘NV2 કરી એક શૉપ છે જે મુંબઈના બોરિવલીમાં છે. અહીંથી જેઠાલાલનો વોર્ડરોબ બનીને આવે છે.’છેલ્લાં 10 વર્ષથી જેઠાલાલના આઉટફિટ્સ NV2થી આવે છે. શૉપના ઑનર જિતેશ લખાણીનો દાવો છો કે, રેગ્યુલર એપિસોડ હોય અથવા કોઈ સ્પેશિયલ એપિસોડ હોય ક્યારેય જેઠાલાલના કપડાં રિપીટ થતાં નથી.’

12 વર્ષની ઉંમરથી શરૂ કરી હતી એક્ટિંગ
છેલ્લા 12 વર્ષથી પોતાના જેઠાલાલના રોલથી દર્શકોનું મનોરંજન કરનારા એક્ટર દિલિપ જોશીએ માત્ર 12 વર્ષની ઉંમરથી જ એક્ટિંગ કોમ્પિટિશનમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું.

ગુજરાતી નાટક તથા અનેક ફિલ્મોમાં કામ કરવા સિવાય દિલિપ સલમાન ખાનની ફિલ્મ મેને પ્યાર કિયામાં નોકર રામુ અને હમ આપકે હેં કૌનમાં ભોલા પ્રસાદની ભુમિકા પણ નિભાવી હતી. જો કે તેઓ કહે છે કે તારક મહેતા…સીરિયલ કર્યા બાદ લોકોનો તેમના પ્રત્યેનો અભિગમ બદલાય ગયો હતો.

error: Content is protected !!