‘તારક મહેતા’… સિરિયલમાં સૌ પહેલાં ઝીલ મહેતાએ ભજવ્યો હતો સોનુનો રોલ, જુઓ હવે તે કેવી લાગે છે

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં આત્મારામ તથા માધવી ભીડેની દીકરી યાદ છે? આ રોલ ઝીલ મહેતાએ સૌ પહેલી વાર ભજવ્યો હતો. હવે તો ઝીલ મહેતા 23 વર્ષની થઈ ગઈ છે.

સિરિયલમાં 5 વર્ષ સુધી કામ કર્યું હતું
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ 2008માં શરૂ થઈ હતી. સિરિયલમાં ઝીલે આત્મારામ તથા માધવી ભીડેની દીકરીનો રોલ પ્લે કર્યો હતો. ઝીલે જ્યારે સિરિયલમાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે તેની ઉંમર 9 વર્ષની હતી.

અભ્યાસને કારણે શો છોડ્યો
વર્ષ 2012માં ઝીલ મહેતાએ અભ્યાસ પર ફોકસ કરવા માટે શો છોડવાનો નિર્ણય લીધો હતો. ઝીલ મહેતાને દસમા ધોરણમાં 93 ટકા આવ્યા હતા અને પછી તેણે BBAમાં એડમિશન લીધું હતું. ઝીલ મહેતાએ શો છોડ્યો પછી નિધિ ભાનુશાલીએ આ રોલ પ્લે કર્યો હતો.

સ્ટાર્ટઅપમાં બે મહિના કામ કર્યું હતું
ઝીલ મહેતાએ બેચરલ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (BBA) કર્યું છે. તેણે નરસી મોનજી ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીમાંથી અભ્યાસ કર્યો છે. ઝીલે 2017માં બે મહિના માટે સ્ટાર્ટઅપ મટરફ્લાયમાં કામ કર્યું હતું. આ સ્ટાર્ટઅપ ઇ-કોમર્સ સાઇટ છે અને તે વિવિધ પ્રોડક્ટ્સ ભાડે આપે છે. અહીંયા ઝીલે સો.મીડિયા એક્ઝીક્યૂટિવ તરીકે કામ કર્યું હતું.

ઝીલ બાદ નિધિએ પણ શો છોડ્યો હતો
નિધિ ભાનુશાલીએ 2012થી 2019 સુધી સોનુનો રોલ પ્લે કર્યો હતો. નિધિ અભ્યાસ પર ધ્યાન આપવા માગતી હોવાથી તેણે શો છોડવાનો નિર્ણય કર્યો હતો. નિધિ જ્યારે આ શોમાં જોડાઈ ત્યારે તેની ઉંમર 13 વર્ષની હતી. નિધિના સ્થાને હાલમાં પલક સિધવાની સોનુનું પાત્ર ભજવી રહી છે. આમ સોનુનું પાત્ર ત્રીજીવાર નવું આવ્યું છે.

ઝીલ મહેતા સો.મીડિયામાં એક્ટિવ છે
ઝીલ મહેતા સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. તે પરિવાર સાથે ઘણીવાર ઇન્ટરનેશનલ ટ્રિપ પણ પર ગઈ છે. હાલમાં ઝીલ મમ્મી લતા મહેતાને પાર્લરમાં મદદ કરાવે છે. ઝીલ મહેતા સારી મેકઅપ આર્ટિસ્ટ છે.

error: Content is protected !!