ટિકટોક સ્ટાર કીર્તિ પટેલે ફરી લખણ ઝળકાવ્યા, અમદાવાદમાં યુવતીને ગાળો ભાંડી લોખંડના પાઈપથી ફટકારી

સુરતની કીર્તિ પટેલ થોડા સમય પહેલા ટિકટોકથી ફેમસ થઈ હતી. કીર્તિ પટેલ ફરી વિવાદમાં સપડાઈ છે. સુરત બાદ હવે અમદાવાદમાં કીર્તિ પટેલે લખણ ઝળકાવ્યા છે. જોકે હવે કીર્તિ પટેલ એટલી હદે પહોંચી ગઈ છે કે તે ગુનાની દુનિયામાં પણ ફેમસ થઈ છે તેવું કહેવુ ખોટું નથી.કીર્તિ પટેલે તેના સાથીદાર સાથે મળીને અમદાવાદમના એસજી હાઇવે પર યુવતીની કારના કાચ તોડી નાખ્યા હતા. એટલું જ નહીં કીર્તિ પટેલે યુવતીને ગાળો ભાંડીને લોખંડના પાઈપથી ફટકારી હતી. આ આક્ષેપ સાથે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર અમદાવાદના રાણીપમાં રહેતી કોમલ પંચાલ નામની યુવતી બ્યુટી પાર્લર ચલાવે છે અને પરિવાર સાથે રહે છે.તે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે અને 6 મહિના પહેલા ઇન્સ્ટાગ્રામમાં તે તેના મિત્રો સાથે વીડિયોકોલમા વાતો કરતા હતા.તે સમયે સુરતની ટિકટોક સ્ટાર કીર્તિ પટેલે અચાનક આ યુવતી સાથે લાઈવ આવી ને ગાળો ભાંડી હતી.

જે વાતને લઈને કોમલ પટેલ અને કીર્તિ પટેલ વચ્ચે ઝઘડો થયો હતો તે બાબતે યુવતીએ તે સમયે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી.ગત 21 ફેબ્રુઆરીના રોજ આ યુવતી તેના ઘરે હાજર હતી તે દરમિયાન ઇન્સ્ટાગ્રામમાં લાઈવ હતી. તે દરમિયાન તે વીડિયોમાં કોઈએ કોમેન્ટ કરી હતી કે તમારી ગાડીના કાચ તૂટયા છે. જેથી આ કોમલ પટેલ તેના ફ્લેટમાં નીચે તેની ગાડી જોવા ગઈ હતી.કોમલ પટેલે નીચે જઈને જોતાં તેની ગાડીના બધા કાચ તૂટેલી હાલતમાં હતા પણ ત્યાં કોઇ હાજર નહોતું.

ચા પીવાની ઈચ્છા થતા કોમલ પટેલ એસ.જી.હાઈવે કર્ણાવતી ક્લબની બાજુમાં ખેતલાઆપા ટી સ્ટોલ પર ચા પીવા ગઈ હતી. તે દરમિયાન સવારે ચારેક વાગ્યાની આસપાસ ગાડી પાર્ક કરીને બેઠી હતી. આ દરમિયાન અચાનક તેની ગાડીનો પાછળનો કાચ તૂટવાનો અવાજ આવતા તે ગાડીમાંથી નીચે ઉતરીને જોવા ગઈ હતી. ત્યારે અચાનક જ માથાના પાછળના ભાગે કોઈએ તેને કોઈ વસ્તુ નો ફટકો માર્યો હતો.

ત્યારે કોમલે પટેલે પાછળ વળીને જોતા સુરતની કીર્તિ પટેલ તેના હાથમાં લોખંડની પાઇપ લઈને ઉભી હતી અને બિભત્સ ગાળો બોલવા લાગી હતી. બાદમાં પગ ઉપર અને બરડાના ભાગે આ કીર્તિ પટેલે આ યુવતીને ફટકા માર્યા હતા. આ વખતે કીર્તિ પટેલ સાથે એક યુવક અને બીજી એક મહિલા પણ હતી અને આ તમામ લોકો ગાળો ભાંડી હતી અને કહ્યું હતું કે તું અમારા ગ્રુપની સામે પડી છે અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

કોમલ પટેલને ઇજાઓ પહોંચી હોવાથી પોલીસમાં ફોન કર્યો હતો અને સારવાર માટે એમ્બ્યુલન્સથી સોલા સીવીલ પહોંચી હતી.આ દરમિયાન તેની તબિયત સારી ન હોવાથી તેને 21મી તારીખે બનેલા બનાવની ફરિયાદ હવે છેક કરી છે.કોમલ પટેલે ફરિયાદ કરતાં સેટેલાઈટ પોલીસે આ મામલે કીર્તિ પટેલ તથા એક મહિલા અને એક પુરુષ સામે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અનેક વિવાદોમાં આવી ચૂકી છે. વિવાદ અને કીર્તિ પટેલને જૂનો સંબંધ છે. આ અગાઉ વીડિયો બનાવવા માટે સુરતના પુણાગામમાં એક યુવક પર કીર્તિએ જીવલેણ હુમલો કર્યો હતો અને ત્ચારે પોલીસે ધરપકડ કરી હતી.

તો લોકસાહિત્યકાર દેવાયત ખવડ સાથે પણ વિવાદમાં ફસાઈ ચૂકી છે. એ પહેલાં વન વિભાગે કીર્તિ પટેલને ઘુવડ સાથે વીડિયો બનાવવા બદલ દંડ ફટકાર્યો હતો. ત્યારે કીર્તિ પટેલે ફરી એક વખત ગુનાને અંજામ આપતા સેટેલાઈટ પોલીસે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

error: Content is protected !!