12 વર્ષની કિશોરીએ આપ્યો બાળકને જન્મ, માતાએ કહ્યું- દીકરીની પ્રેગનન્સીની ખબર જ ન પડી

જોધપુર, રાજસ્થાનઃ રાજસ્થાનના જોધપુરના બાલેસર વિસ્તારમાં એક 12 વર્ષની કિશોરીએ બાળકને જન્મ આપ્યો છે. કિશોરીની સાથે બે સગીર વયના યુવકોએ દુષ્કર્મ કર્યું હતું. બાળ સંરક્ષણ પંચના અધ્યક્ષા સંગીતા બેનીવાલે આ ઘટના અંગે જાણકારી મેળવી છે. તો બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ ધનપત ગુર્જરે પણ સમગ્ર મામલાની જાણકારી મેળવી છે. પીડિતા હાલ જોધપુરની હોસ્પિટલમાં દાખલ છે.

જોધપુર જિલ્લાના બાલેસર વિસ્તારની એક 12 વર્ષની સગીરાએ જોધપુરની એક હોસ્પિટલમાં એક બાળકને જન્મ આપ્યો છે. બંને એકદમ સ્વસ્થ છે. નવ મહિના પહેલાં જ્યારે આ બાળકી સ્કૂલથી ઘરે પરત પરી રહી હતી ત્યારે ત્રણ લોકો તેને જીપમાં ઉઠાવીને લઈ ગયા હતા. જેમાંથી બે તો સગીર વયના જ હતા. પોલીસે બાળકી પાસેથી મળેલી જાણકારીના આધારે કેટલાંક લોકોની પૂછપરછ કરી છે. આ ઘટના અંગે જાણકારી મળતા જ બાળ સંરક્ષણ પંચના અધ્યક્ષા સંગીતા બેનીવાલે હોસ્પિટલ પહોંચી પીડિતાની મુલાકાત કરી છે.

ધનપત ગુર્જરે જણાવ્યું કે અમે બાલેસરના પોલીસ અધિકારી પાસેથી ઘટના અંગે જાણકારી મેળવી છે. જે મુજબ છઠ્ઠા ધોરણમાં ભણતી 12 વર્ષની બાળકીએ જોધપુરની એક હોસ્પિટલમાં મોડી રાત્રે એક બાળકને જન્મ આપ્યો છે. પરિવારને સગીરા ગર્ભવતી છે તે અંગેની જાણ મોડોથી થઈ હતી. પ્રસવ પીડા થવાને કારણે તેને લઈને બાલેસરની એક હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. ત્યાંથી આ સમગ્ર મામલો પોલીસની સામે આવ્યો. પીડિતાની નાની ઉંમરને કારણે પ્રસવની જટિલતાઓને ધ્યાનમાં રાખીને તેને જોધપુર રેફર કરવામાં આવી હતી, જ્યાં તેને એક બાળકને જન્મ આપ્યો છે.

સગીરાએ આખો ઘટનાક્રમ જણાવ્યો
બાળ સંરક્ષણ પંચના અધ્યક્ષા સંગીતા બેનીવાલે હોસ્પિટલ પહોંચીને પીડિતાની સાથે તેના માતા-પિતા સાથે વાત કરી. સંગીતાએ જણાવ્યું કે સગીરાના માતા-પિતાનું કહેવું છે કે તેમની દીકરી ગર્ભવતી હતી તે અંગેની જાણ તેઓને ઘણી મોડેથી થઈ હતી. સગીરાની માતા દીકરીના શરીરમાં થતા ફેરફારને સમજી શકી ન હતી. તો સગીરાનું કહેવું છે કે સ્કૂલથી પરત ફરતા સમયે રસ્તામાં એક સૂમસામ રસ્તા પર એક જીપમાં આવેલા ત્રણ લોકો તેને ઉઠાવીને લઈ ગયા હતા. જેમાં બે સગીર વયના છે. ત્રણેયએ તેની સાથે દુષ્કર્મ કર્યું. ઘરમાં તેને કોઈ ખીજાય નહીં કે માર ન મારે તેવા ડરથી તેને કોઈને આ અંગે જાણ કરી ન હતી. સંગીતાએ જણાવ્યું કે બાળક અને સગીર વયની માતા એકદમ સ્વસ્થ છે. ડોકટરને તેમની સારવારની પુરેપુરી વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું છે. તેઓએ કહ્યું કે આ પ્રકારની ઘટનાઓ પ્રત્યેક વ્યક્તિને વિચલિત કરી દે છે.

પોલીસે કેટલાંક લોકોની પૂછપરછ કરી
પોલીસ હાલ આ મામલે કંઈક પણ કહેવાનું ટાળી રહી છે. પોલીસનું કહેવું છે કે તપાસ ચાલી રહી છે. બીજી બાજુ સંગીતાએ જણાવ્યું કે પોલીસે બે સંદિગ્ધ આરોપીઓની પૂછપરછ કરી છે અને વધુ તપાસ કરવામાં આવી રહી છે.

error: Content is protected !!