ચંદનના લાકડા કરતાં પણ આ લાકડું મોંઘું છે,1 કિલોની કિંમતમાં આવી જાય લક્ઝરી કાર, બચાવવા માટે જવાન તૈનાત કરવામાં આવ્યા
આફ્રિકાઃ જો લાકડાની વાત કરીએ તો આપણે અત્યાર સુધી ચંદનના લાકડાને સૌથી મોંઘું માનતા આવ્યા છીએ. જે 5થી 6 હજાર રૂપિયા પ્રતિ કિલો વેચાય છે. આવી સ્થિતિમાં જો તમને ખબર પડે કે દુનિયામાં એવું લાકડું પણ છે જે સોના કરતાં પણ વધારે મોંઘું છે તો તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. આજે અમે તમને એ લાકડા વિશે જણાવી રહ્યા છીએ જે આટલું મોંઘું શા માટે વેચાય છે.
જે લાકડાની વાત આપણે કરી રહ્યા છીએ તેનું નામ આફ્રિકન બ્લેકવૂડ છે. આ લાકડાને ધરતી પર હાજર સૌથી મૂલ્યવાન સામગ્રીઓમાંથી એક માનવામાં આવે છે. તે દુનિયાનું સૌથી મોંઘું લાકડું પણ છે. આ દુર્લભ લાકડું મધ્ય અને દક્ષિણ આફ્રિકાના 26 દેશોમાં જોવા મળે છે.
આ દુર્લભ લાકડું આફ્રિકન બ્લેકવૂડની કિંમત 8 હજાર પાઉન્ડ એટલે કે 7 લાખ રૂપિયા છે. એટલે કે આ લાકડાના ભાવમાં તમે એક લક્ઝકરી કાર ખરીદી શકો છો અથવા ઈન્ટરનેશનલ ટૂર પર જઈ શકો છો.
આફ્રિકન બ્લેકવૂડ મોંઘું હોવાનું કારણ તેની દુર્લભતા છે. આ ઝાડને તૈયાર થવામાં 60 વર્ષથી વધુનો સમય લાગે છે. આફ્રિકન બ્લેકવૂડના ઝાડ સેનેગલ પૂર્વથી ઈરિટ્રિયા સુધી આફ્રિકાના સૂકા પ્રદેશોમાં અને દક્ષિણી આફ્રિકાના ઉત્તર પૂર્વી ભાગોમાં મળે છે. તેની ઉંચાઈ 25-40 ફૂટ હોય છે. તે સૂકા વિસ્તારોમાં વધારે જોવા મળે છે. તેથી આ ઝાડની સંખ્યા મર્યાદિત છે અને માગ વધારે છે તેના કારણે તેની કિંમતમાં સતત વધારો થાય છે.
આફ્રિકન બ્લેકવૂડના લાકડામાંથી મોટાભાગે વાંસળી, શરણાઈ, ગીટાર જેવા સંગીતના સાંધનો બનાવવામાં આવે છે. તે સિવાય આ લાકડામાંથી મજબૂત અને ટકાઉ ફર્નિચર પણ બનાવવામાં આવે છે. તેથી તેનું ફર્નિચર પણ મોંઘું હોય છે.
જેના કારણે તેને સામાન્ય વ્યક્તિ નથી ખરીદી શકતો. જો કે, અમીર લોકો પોતાના ઘરને સ્ટાઈલીશ બનાવવા માટે ફર્નિચરમાં આ લાકડાનો ઉપયોગ કરે છે.
વધારે મોંઘા હોવાના કારણથી આફ્રિકન બ્લેવૂડની તસ્કરી પણ વધારે થાય છે. તસ્કરો આ વૃક્ષો તૈયાર થાય તે પહેલાં કાપી નાખે છે. ચંદનના ઝાડની જેમ સતત તેને ગેરકાયદેસર રીતે કાપવામાં આવે છે અને તસ્કરીના કારણે હવે આ ઝાડની સંખ્યા ઘણી ઓછી થઈ ગઈ છે.
જેનાથી આ ઝાડ દુર્લભતાની શ્રેણીમાં આવી ગયું છે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, કેન્યા અને તાંઝાનિયા જેવા દેશોમાં લાકડાની ગેરકાયદેસર તસ્કરીને લીધે ઝાડ અકાળે કાપવામાં આવે છે. આથી બ્લેકવૂડની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેથી તેઓ ભાગ્યે જ મળે છે. હવે આ દેશોમાં આફ્રિકન બ્લેકવૂડ બચાવવા માટે જંગલોમાં જવાન તૈનાત કરવામાં આવ્યા છે.