ભાડુઆતે ગુસ્સામાં આવીને ઘરની દુર્દશા કરી નાખી, બાથરૂમ, બેડરૂમ, કિચન, સીડી સહિત દરેક જગ્યાએ લખ્યું કંઈક આવું
એક ભૂતપૂર્વ ભાડુઆતે ગુસ્સામાં આવીને પેઈન્ટ સ્પ્રેથી ભાડાના ઘરની હાલત ખરાબ કરી નાખી. ઘરનો એક એક ખૂણો પેઈન્ટ સ્પ્રેથી ખરાબ કરી નાખ્યો છે. હવે ઘરના માલિકે આ મકાન વેચવા માટે કાઢ્યું.
પેઈન્ટ સ્પ્રેથી આખું ઘર ખરાબ કરી નાખ્યું
ધ સનના રિપોર્ટ અનુસાર, પેઈન્ટ સ્પ્રેથી આખા ઘરને ખરાબ કરનાર ભાડુઆતે ગુસ્સામાં આવીને બાથરૂમ, બેડરૂમ, કિચન, સીડી સહિત દરેક જગ્યાએ અપશબ્દો લખ્યા છે. ઘરના દરેક ખૂણામાંથી દુર્ગંધ આવી રહી છે.
ઘરની કિંમત કરોડો રૂપિયા રાખવામાં આવી
જો કે, આ ઘરને હવે વેચવા માટે કાઢવામાં આવ્યું છે. આ ઘરની કિંમત $590,000 અમેરિકન ડૉલર એટલે કે લગભગ 4.3 કરોડ રૂપિયા રાખવામાં આવી છે.
દિવાલો પર અપશબ્દો ભર્યા મેસેજ લખ્યા
અમેરિકાના કોલરાડો સ્પ્રિંગ્સમાં આવેલા 5 બેડરૂમ પ્રોપર્ટીની અંદર દિવાલો પર અપશબ્દો ભર્યા મેસેજ લખેલા છે. આ પ્રોપર્ટીને અજીબોગરીબ રીતે દર્શાવવામાં આવી છે. એડવર્ટાઈઝમેન્ટમાં ‘તમામ મકાન માલિકનું ડરામણું સપનું’ લખવામાં આવ્યું છે.
જાહેરાતમાં વિચિત્ર મેસેજ
જાહેરાતમાં લખવામાં આવ્યું છે કે જો તમે નરકના તમારા નાના ટૂકડાના માલિક હોવાનું અને તેને સ્વર્ગના ટૂકડામાં ફેરવવાનું સપનું જોતા હો તો આવું બિલકુલ ન વિચારો. આ ઘર નબળા હૃદયવાળા લોકો માટે નથી, તે એ ખાસ લોકો માટે છે જે હીરાની પરખ કરી શકે.
ભાડું ચૂકવવા નહોતી માગતી પૂર્વ ભાડુઆત
રિપોર્ટ્સ અનુસાર, પૂર્વ ભાડુઆત મહિલા, જેને સંપત્તિને બરબાદ કરી નાખી, કથિત રીતે ભાડું ચૂકવવા નહોતી માગતી. રિયલ એસ્ટેટ એજેન્ટ મિમી ફોસ્ટરે પ્રોપર્ટીને બતાવતો એક વીડિયો યુટ્યુબ પર અપલોડ કર્યો છે.