કાશી વિશ્વનાથમાં 120 કિલો સોનાનું દાન, માઈ ભક્તે આપ્યું ગુપ્તદાન, હવે આખું મંદિર સુવર્ણજડિત હશે; જુઓ તસવીરો

કાશી વિશ્વનાથ મંદિર માટે એક શિવભક્તે 120 કિલો સોનાનું ગુપ્ત દાન કર્યું છે. આ ભક્ત દક્ષિણ ભારતના રહેવાસી છે. ગર્ભગૃહની અંદર સુવર્ણ પતરાં લગાડવામાં આવ્યા છે. હવે બહારની દીવાલ પર પણ લગાડવામાં આવશે. એટલે બાબાનું મંદિર સુવર્ણથી મઢાયેલું હશે. રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે કાશી વિશ્વનાથમાં પૂજા કરી તો પહેલી વખત ગર્ભગૃહ સુવર્ણ જડિત હોવાની તસવીર સામે આવી.

મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદીએ સ્વર્ણ જડિત ગર્ભગૃહમાં પહેલી વખત જલાભિષેક કર્યો. તેઓ પોતે પણ દીવાલ અને સીલિંગને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા.

કોને આપ્યું, ક્યારે આપ્યું તે બધું જ ગુપ્ત
મંદિર સાથે જોડાયેલાં અધિકારીઓએ જણાવ્યું કે બાબાને ભક્તે લગભગ એક મહિના પહેલાં ગુપ્ત દાન આપ્યું હતું. જો કે ભક્તનું નામ શું છે, તે અંગે કોઈ જાણકારી સામે નથી આવી. 10 દિવસ પહેલાં ગર્ભગૃહને સુવર્ણ જડિત કરવાનું કામ શરૂ કરાયું હતું. હવે ગર્ભગૃહમાં સોનાનાં પતરાં ચઢાવવાનું કામ શરૂ થઈ ગયું છે. મહાશિવરાત્રિનાં રોજ ભક્તોને હવે સોનાનાં પતરાં જોવા મળશે. તે અંતર્ગત બાબા વિશ્વનાથના મંદિરની આભા અને ચમક જોવા જેવી છે.

સુરક્ષા આવી વ્યવસ્થા રહેશે
મંદિરની આંતરિક સુરક્ષા CRPFને સોંપાઈ છે. બાહ્ય સુરક્ષા માટે યુપી પોલીસ અને PACના જવાન ડ્યૂટી પર 24 કલાક હોય છે. તેમની ડ્યૂટી શિફ્ટમાં હોય છે. અનેક જગ્યાએ CCTV કેમેરા પણ લગાડવામાં આવ્યા છે. કોઈ પણ ભક્ત સોનાનાં પતરાંને નુકસાન ન પહોંચાડી શકે. ભક્તોને ગર્ભગૃહમાં લાગેલા સ્ટીલના બેરિકેડિંગથી બહાર કરવામાં આવે છે શ્રાવણ અને મહાશિવરાત્રિ જેવાં મોટાં તહેવારોમાં ભક્તોની ભારે ભીડને કારણે ગર્ભગૃહમાં પ્રવેશવા નથી દેવામાં આવતા. દર્શન અને ત્યાંથી જલાભિષેક કરવાની વ્યવસ્થા કરવામાં આવે છે.

2012માં પણ સુવર્ણ જડિત બનાવવાનો હતો પ્લાન
આ પહેલાં 2012માં પણ મંદિરના ગર્ભગૃહને સુવર્ણ જડિત કરવાનો પ્લાન તૈયાર કરાયો હતો. પરંતુ ત્યારે IIT-BHUના સિવિલ એન્જિનિયરોએ ગર્ભગૃહની દીવાલોનું પરીક્ષણ કર્યું હતું. એન્જિનિયરનું કહેવું હતું કે ગર્ભગૃહની દીવાલો પર આટલું ભાર નહીં ખમી શકે તેવો રિપોર્ટ આપ્યો હતો. જે બાદ આ યોજના આગળ વધી ન હતી. તો ગત વર્ષે 13 ડિસેમ્બરે જ્યારે કોરિડોરનું નિર્માણ પૂરું થયું ત્યારે ગર્ભગૃહની દીવાલોને મજબૂતી મળી. જે બાદ મહાશિવરાત્રિ પહેલાં આખા ગર્ભગૃહને સુવર્ણ જડિત કરવાનો નિર્ણય લેવાયો છે.

પહેલાં માત્ર શિખર જ સુવર્ણ જડિત હતું
કાશી વિશ્વનાથ મંદિરના જીર્ણોદ્ધાર મહારાણી અહિલ્યાબાઈ હોલ્કરે વર્ષ 1780માં કર્યું હતું. જે બાદ વર્ષ 1853માં મહારાજા રણજીત સિંહે 22 મણ શુદ્ધ સોનાથી શિખરોને સ્વર્ણ જડિત કરાવવામાં આવ્યું હતું. જે બાદ હવે આ વર્ષે મહાશિવરાત્રિએ બાબા વિશ્વનાથના દરબારને સુવર્ણ પતરાંથી સુશોભિત કરાયું છે.

મહાશિવરાત્રિ પર મંદિર પ્રશાસને શ્રદ્ધાળુઓ માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. મંદિરમાં મોબાઈલ જેવાં ઉપકરણો લઈ જવાની મનાઈ.

શ્રીકાશી વિશ્વનાથ ધામનું લોકાર્પણ વડાપ્રધાન મોદીએ 13 ડિસેમ્બર 2021નાં રોજ કર્યું હતું. ધામના લોકાર્પણ પછી અહીં દર્શન-પૂજના માટે આવતાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘણો વધારો થયો છે.

error: Content is protected !!