પૈસા હોય ત્યાં સુધી માતાને દીકરા ઘરે રાખતા ખાલી થાય એટલે ભીખ માંગવા મૂકી આવતા

ભાવનગરઃ ઘોર કળિયુગ હોય તેની સાબિતી આપતો વધુ એક કિસ્સો મળ્યો છે જેમાં ભાવનગર શહેરમાં બબ્બે દીકરા હોવા છતાં તેમના વયોવૃદ્ધ માતા ભીખારી જેવી હાલતમાં શહેરના જવાહર મેદાનમાંથી મળી આવ્યા હતા. 181 મહિલા હેલ્પ લાઇનમાં કોલ આવ્યા બાદ તેની ટીમે આ માડીને તેમની દીકરીના ઘરે આ માડીને હાલ રાખ્યાં છે. જે દર્શાવે છે કે દીકરાની તુલનામાં દીકરી સમાન નહીં પણ ચડિયાતી છે.

આજે ભાવનગર હેલ્પ લાઇન 181 પર કોઇ આવ્યો હતો કે એક અંધ બહેન અહિંયા રોડ પર બેઠા છે અને કાંઇ બોલતા નથી. જેમાં એ અંધ બહેન જવાહર મેદાનમાં હોવાનું જણાવાયું હતુ. આ વ્યક્તિ તેને જવાહર મેદાનમાં મુકવા ગયા હતા. ત્યાંથી તેણે 181 પર કોલ કર્યો હતો. આથી 181નો સ્ટાફ સ્થળ પર ધસી ગયો હતો. ત્યાં તે અંધ બહેન સાથે વાતચીત કરી હતી. તેમની સાથે ઘનિષ્ઠ વાતચીત કરતા અને આ સ્થળે તમને કોણ મુકી ગયું ? તેવો પ્રશ્ન પૂછતા જવાબમાં માડીએ રડમસ અવાજે જણાવ્યું હતુ કે તેમને જે ભાઇ આ ગધેડિયા ફિલ્ડમાં મુકી ગયા હતા તે તેનો દીકરો જ હતો! આ માડી ભીખ માંગીને જીવનનો ગુજારો કરતા હતા.

માડી પાસે પૈસા હોય ત્યારે તેમના દીકરા તેને સાચવતા પણ જ્યારે પૈસા ખાલી થાય ત્યારે ગમે તેમ કરીને ગમે ત્યાં મુકી આવતા. ગધેડિયા ફિલ્ડમાં રહેતા બીજા બહેનો દ્વારા જણાવાયું હતુ કે તેમના દીકરીનું ઘર બતાવતા તેઓને તેમના ઘરે મુક્યા હતા. આ દીકરીએ પોતાના પરિવાર અંગે જણાવતા કહ્યું કે તેને બે ભાઇઓ છે જે વારંવાર મારી બાને ગમે ત્યાં મુકી આવતા હતા.

error: Content is protected !!