આ બોલિવૂડ સેલેબ્સે લગ્નને વૈભવી બનાવવા માટે પાણીની જેમ વાપર્યા પૈસા, જાણો સૌથી મોંઘા લગ્ન

વિકી કૌશલ અને કેટરીના કૈફ 9 ડિસેમ્બરના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. કપલે લગ્ન માટે સવાઈ રાજસ્થાનના સિક્સ સેન્સ ફોર્ટ હોટેલ બુક કરી છે, જ્યાં લક્ઝરી સુટનું એક રાતનું ભાડું લગભગ 7 લાખ રૂપિયા છે. તે ઉપરાંત તમામ VIP ગેસ્ટ માટે રણથંભોરની 45 હોટેલ પણ બુક કરાવી છે. લગ્નમાં માત્ર સિક્યોરિટી માટે 15 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. પરંતુ આ પહેલી વખત નથી કે જ્યારે કોઈ સેલેબ્સે લગ્નને વૈભવી બનાવવા માટે કરોડો રૂપિયા ખર્ચ કર્યા છે. જાણો બોલિવૂડના સૌથી મોંઘા લગ્ન-

પ્રિયંકા ચોપરા-નિક જોનસ
બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ વર્ષ 2018માં ઈન્ટરનેશનલ પૉપ સ્ટાર નિક જોનસ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નને લક્ઝરી બનાવવા માટે કપલે જોધપુરનો ઉમેદ ભવન પેલેસ બુક કરાવ્યો હતો, જ્યાં પાંચ દિવસ સુધી લગ્નનું ફંક્શન ચાલ્યું હતું. આ લગ્નમાં સામેલ થયેલા VIP ગેસ્ટને પેલેસમાં જ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં લગભગ 3.5 કરોડ રૂપિયાનો ખર્ચો આવ્યો હતો. તે ઉપરાંત કપલે તમામ વ્યવસ્થા અને અન્ય ફંક્શનમાં 105 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. બંનેએ હિંન્દુ અને ક્રિશ્ચિયન રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા.​​​​​​​

દીપિકા પાદુકોણ-રણવીર સિંહ
બોલિવૂડના સૌથી લોકપ્રિય કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે 14 નવેમ્બરના રોજ વર્ષ 2018માં લગ્ન કર્યા હતા.આ લગ્નને ખાસ બનાવવા માટે કપલે Villa del Balbianello (વિલા ડેલ બાલ્બિયાનો)માં લગ્ન કર્યા હતા જે ઈટાલીનું ત્રીજું સૌથી મોટું લેક છે. જે વિલામાં મહેમાનો રોકાયા હતા ત્યાં એક રાતનું ભાડું 24 લાખ 75 હજાર રૂપિયા છે. રિપોર્ટ્સના અનુસાર, કપલે માત્ર લગ્નમાં 95 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. ​​​​​​​

અનુષ્કા શર્મા-વિરાટ કોહલી​​​​​​​​​​​​​​
બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ વર્ષ 2017માં ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા છે. બંનેએ ઈટાલીમાં સીક્રેટ ડેસ્ટિનેશન વેડિંગ કર્યા હતા, જેની જાણકારી પણ કોઈને નહોતી. લગ્ન માટે કપલે ઈટાલીના ટસ્કનીમાં બોરગો ફિનોસિએતો રિસોર્ટ બુક કરાવ્યો હતો. તે દુનિયાના સૌથી મોંઘા વેડિંગ લોકેશનમાંથી એક છે જ્યાં માત્ર એક રાતનું ભાડું 12 લાખ 50 હજાર રૂપિયા છે. આ સીક્રેટ લગ્નમાં માત્ર કપલના કેટલાક નજીકના સંબંધીઓ અને મિત્રોએ હાજરી આપી હતી. આ લગ્નમાં કપલે 90 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો હતો.

શિલ્પા શેટ્ટી-રાજ કુંદ્રા​​​​​​​​​​​​​​
શિલ્પા શેટ્ટી અને બિઝનેસમેન રાજ કુંદ્રાના લગ્નની ચર્ચા આજે પણ થાય છે. કપલે 22 નવેમ્બર 2009ના રોજ ખંડાલાના એક રિસોર્ટમાં લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન ઘણા લક્ઝરી હતા જેને ખાસ બનાવવામાં કોઈ કસર નહોતી છોડી. એક્ટ્રેસે તરુણ તહલિયાની દ્વારા ડિઝાઈન કરવામાં આવેલો લાલ લહેંગો પહેર્યો હતો જેમાં મોંઘા 8 હજાર સ્વરોસ્કી ક્રિસ્ટલ અને 3 કરોડના કુંદન જડયા હતા. આ લહેંગાની કિંમત 50 લાખ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એક્ટ્રેસની સગાઈની વીંટી પણ ચર્ચામાં હતી જેની કિંમત 5 કરોડ રૂપિયા હતી. બીજી તરફ કપલે લગ્ન બાદ રિસેપ્શનમાં 9 માળની કેક કાપી હતી જે કુલ 80 કિલોની હતી. ​​​​​​​

અસિન-રાહુલ શર્મા
ગજની એક્ટ્રેસ અસિને વર્ષ 2019માં માઈક્રોમેક્સના CEO રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા હતા. કપલે દિલ્હીમાં લગ્ન કર્યા હતા જે ઈન્ડસ્ટ્રીના સૌથી મોંઘા લગ્નોમાંથી એક છે. રાહુલે અસિનને સગાઈમાં 1 કે બે નબીં પરંતુ 5 કરોડની વીંટી પહેરાવી હતી. રિપોર્ટ્સના અનુસાર, આ લક્ઝરી લગ્નમાં કપલે 50 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો હતો.

એશ્વર્યા રાય-અભિષેક બચ્ચન​​​​​​​​​​​​​​
બોલિવૂડ ડીવા એશ્વર્યા રાયે 2007માં અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન અભિષેક બચ્ચનના ઘર પ્રતીક્ષામાં થયા હતા, જ્યાં ઈન્ડસ્ટ્રીના તમામ લોકોએ હાજરી આપી હતી. આ લગ્નમાં એક્ટ્રેસે 75 લાખ રૂપિયાનો અસલી ગોલ્ડ એમ્બ્રોઇડરી અને સ્વારોવસ્કી ક્રિસ્ટલવાળી સાડી પહેરી હતી જેને પોપ્યુલર ડિઝાઈનર નીતા લુલ્લાએ ડિઝાઈન કરી હતી.

error: Content is protected !!