પિતાએ પહેલા બે બાળકો પછી પત્નીને છરીના ઘા મારીને રહેંસી નાંખ્યા, પણ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં દેવાથી ડૂબેલા બુકીએ પહેલા તેની પત્ની અને બે બાળકોની છરી વડે રહેંસી નાંખી હત્યા નિપજાવી અને બાદમાં પોતે પણ ફાંસી લગાવીને આત્મહત્યા જીવન ટૂકાવી લીધુ. આ ઘટના મંગળવારે સાંજે લગભગ 6 વાગ્યાની આસ,પાસ જરીપાટકના દયાનંદ પાર્ક વિસ્તારમાં બની હતી. મદન અગ્રવાલ (ઉ. વર્ષ 40) નામના વ્યક્તિએ પહેલા તેની પત્ની કિરણ અગ્રવાલ (ઉ. વર્ષ33), પુત્ર વૃષભા (ઉ. વર્ષ10) અને પુત્રી ટિયા (ઉ. વર્ષ5)ની હત્યા કરી અને પછી ફાંસી લગાવી મોતને વ્હાલું કર્યું.

તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ પુત્ર અને પુત્રીના પેટમાં અનેક વાર ચાકુના વાર કર્યા હતા. ત્યારબાદ તેણે તેની પત્નીનું ગળું કાપીને તેની હત્યા કરી નાખી. ત્રણેયના મોતની પુષ્ટિ થયા બાદ જ આરોપીએ ફાંસી લગાવી લીધી હતી.

ઘટનાસ્થળે પહોંચેલા નાગપુર કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું હતું કે મદન અગ્રવાલ શાંતિનગરમાં રહેતા હતા. તેની દયાનંદ પાર્ક વિસ્તારમાં ખાંડની દુકાન હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમે પહેલા દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો અને જ્યારે તે ન ખુલ્યો તો તે તોડવામાં આવ્યો હતો. જેવી ટીમ અંદર પ્રવેશી તો પત્ની અને તેના બે બાળકો બેડ પર લોહીના ખાબોચિયામાં પડેલા હતા અને મદનની લાશ પંખા સાથે લટકતી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મદને પરિવારની વિરુદ્ધ લવ મેરેજ કર્યા હતા, જેના કારણે તેનો પરિવાર સાથે વધુ સંપર્ક નહોતો. મદનને ક્રિકેટ સટ્ટાની લત લાગી હતી. જુગારમાં પૈસા હારી જતાં તે ત્રણ દિવસથી તણાવમાં હતો.

મદને સોમવારે નજીકની દુકાનમાંથી છરી ખરીદી હતી. મંગળવારે સાંજે મદનનો મિત્ર તેને મળવા આવ્યો હતો. દરવાજો ખટખટાવ્યા પછી કોઈએ જવાબ આપ્યો નહીં. આ પછી તેણે પહેલા પાડોશીઓને અને પછી પોલીસને જાણ કરી.

તપાસમાં એ વાત સામે આવી છે કે થોડા દિવસ પહેલા મદનને સટ્ટામાં 25 થી 30 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. ત્યારથી તે માનસિક દબાણમાં હતો. જો તે પૈસા નહીં ચૂકવે તો તેનું અને તેના પરિવારનું શું થશે તેની તેને ચિંતા હતી. થોડા દિવસો પહેલા એવું પણ બહાર આવ્યું હતું કે મદને તેના ભાઈ પાસેથી પણ કેટલાક પૈસા લીધા છે.

error: Content is protected !!