પુત્રના લગ્નપ્રસંગે દાંડિયારાસ રમતાં પિતાનું હૃદય થંભી ગયું, લગ્ન ગીતોનો બદલે મરશીયા ગવાયા

જે પુત્રને આંગળીએ પકડીને ચાલતા શીખવ્યું હોય, એ જ પુત્રના લગ્ની શરણાઇ સાંભળવાનો સમય આવે ત્યારે ક્યા બાપની છાતી ગજ ગજ ન ફૂલે! પરંતુ વિધિએ શું ધાર્યું છે તે કોણ સમજી શક્યું છે? ધોરાજીના પરિવારમાં પુત્રના લગ્ન નિરધાર્યા હતા. પિતા પણ ખુશીથી ઝુમી રહ્યા હતા અને અચાનક હૃદયે દગો દીધો. પળભર પહેલાંનો ખુશીનો માહોલ શોકમાં પલટાઇ ગયો હતો. પરિવારની સ્થિરતા પણ કેવી કે તેઓએ સદગતના ચક્ષુનું દાન કરી અન્ય બે જિંદગીને દેખતી કરવાનો નિર્ણય લીધો અને અમલ કર્યો.

આ બનાવની વિગતો એવી છે કે ધોરાજીનાં કુંભારવાડા વિસ્તારમાં રહેતા કાન્તિભાઈ જીવાભાઈ બાલધા ઉ.વ.50 ના પુત્ર જય બાલધાના લગ્ન ઉપલેટા નિવાસી વ્રજલાલ છગનભાઈની પુત્રી આરતી સાથે ધોરાજીના લેઉઆ પટેલ સમાજ ખાતે નિરધાર્યા હતા.

રાત્રે 9 વાગ્યાની આસપાસ દાંડીયારાસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને સહુ સાથે મળીને દાંડીયારાસ લેતા હતા, એવામાં કાન્તીભાઈ પડી જતાં તાબડતોબ તેમને ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કરતાં પરિવારજનો સ્તબ્ધ બની ગયા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સથળે પહોંચી હતી પળવાર પહેલાં જ્યાં આનંદ ઉમંગ હતો ત્યાં શોક અને ગમનું વાતાવરણ છવાઇ ગયું હતું.

error: Content is protected !!