આ છે ભારતનાં સૌથી મોંઘા ઘરો, આ 6 દમદાર ઉઘોગપતિઓના ઘરની કિંમત સાંભળી આંખો થઈ જશે પહોળી

દેશ અને દુનિયાના અમીરોની સંપત્તિ વિશે ઘણી વખત જુદી જુદી વાતો થાય છે, જો કે તમે જાણો છો કે ભારતના કેટલાક ધનિક લોકો કેવા મોંઘા અને વૈભવી મકાનમાં રહે છે. ચાલો આજે તમને દેશના 6 પૈસાદારોનાં ઘરની કિંમતો વિશે માહિતી આપીએ.આ ઉઘોગપતિઓના ઘરની કિંમત સાંભળી આંખો થઈ જશે પહોળી

ઉદય કોટક: 15.9 અબજ ડોલરની સંપત્તિના માલિક ઉદય કોટક મહિન્દ્રા બેંકના સ્થાપક છે. તેઓ તેમના પરિવાર સાથે મુંબઈના વર્લીમાં શેમ્પેન હાઉસમાં 385 કરોડ રૂપિયાના બંગલામાં રહે છે.

ગૌતમ અદાણી: ગૌતમ અદાણી, તેમના પરિવાર સાથે અમદાવાદ, ગુજરાતમાં રહે છે, તેમણે ગયા વર્ષે દિલ્હીમાં આશરે 4 અબજનું ઘર ખરીદ્યું હતું. લગભગ 50.5 અબજ ડોલરની સંપત્તિના માલિક ગૌતમના દિલ્હી સ્થિત ઘરની કિંમત 400 કરોડ રૂપિયા છે અને આ બંગલો 25 હજાર ચોરસ ફૂટમાં બનેલો છે.

કુમાર મંગલમ બિરલા: કુમાર મંગલમ બિરલા ભારતના ખૂબ જ પ્રખ્યાત ઉદ્યોગપતિ છે. 12.8 મિલિયન ડોલરની કુલ સંપત્તિના માલિક કુમાર મંગલમ 4 અબજથી વધુ કિંમતના મોંઘા ઘરમાં રહે છે.

પ્રાપ્ત મીડિયા અહેવાલો અનુસાર, બિરલાના ઘરની કિંમત આશરે 425 કરોડ રૂપિયા છે. તેમનું ઘર મુંબઈના માલાબાર હિલ વિસ્તારમાં છે, જેનું નામ જટિયા હાઉસ છે.

રાધાકિશન દમાણી: રાધાકિશન દમાણીના ઘરની કિંમત લગભગ 1001 કરોડ રૂપિયા છે. તેમના ઘરનું નામ મધુ કુંજ છે, જે મુંબઈની મલાબાર હિલમાં 1.5 એકરમાં ફેલાયેલી જમીનમાં બનેલું છે. જણાવી દઈએ કે રાધાકિશન દમાણી DMartસ્ટોરના માલિક છે. તો, તેમની કુલ સંપત્તિ 16.5 અબજ ડોલર છે.

લક્ષ્મી મિત્તલ: લક્ષ્મી મિત્તલ પણ ખૂબ જ વૈભવી અને ખૂબ મોંઘા ઘરમાં રહે છે. તેના ઘરની કિંમત 25 મિલિયન પાઉન્ડ એટલે કે 2519 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

જણાવી દઈએ કે આ ઘર લંડનમાં છે અને તે અહીં પોતાના પરિવાર સાથે રહે છે. સ્ટીલ કિંગ તરીકે જાણીતા લક્ષ્મી મિત્તલ 14.9 અબજ ડોલરની સંપત્તિના માલિક છે.

મુકેશ અંબાણી: મુકેશ અંબાણી ભારત તેમજ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. તો, તે વિશ્વના ટોપ-10 પૈસાદારોમાં શામેલ છે. જમાવી દઈએકે, અંબાણી 27 માળના મકાન ‘એન્ટિલિયા’ માં રહે છે. એન્ટિલિયાને દુનિયાનું સૌથી મોંઘુ ઘર માનવામાં આવે છે. અંબાણીએ આ વૈભવી અને ભવ્ય મકાનમાં હેલિપેડ, મોટા વૈભવી રૂમ, જિમ, મોટું પાર્કિંગ, સ્વિમિંગ પૂલ, સ્પા વગેરે બનાવ્યા છે.

મુંબઈમાં આવેલું આ ઘર આખી દુનિયા માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. જણાવી દઈએ કે મુકેશ અંબાણીની નેટવર્થ લગભગ 84.5 બિલિયન ડોલર છે. તો, તેમના ઘરની કિંમત તમારા હોશ ઉડાવી શકે છે. અંબાણીના ઘરની કિંમત 12 હજાર કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

error: Content is protected !!