54 વર્ષીય પ્રેમીએ 37 વર્ષની પ્રેમિકાની અસ્ત્રાથી ગળું કાપીને હત્યા કરી નાંખી, કારણ જાણી નવાઈ લાગશે

સંખેડા: સંખેડા શકુ ડૉસીની વાવ પાછળથી મહિલાની ગળાના ભાગે અસ્ત્રો મારીને હત્યા કરાયેલી લાશ મળી હતી. જેનો ભેદ છોટાઉદેપુર એલ.સી.બી. પોલીસ સહિત જિલ્લા પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી કાઢ્યો. પ્રેમસંબંધે તકરાર થતા 54 વર્ષીય પ્રેમી 37 વર્ષીય મહિલાના ગળાના ભાગે અસ્ત્રાના બેથી ત્રણ ઘા મારીને હત્યા કરી નખી હતી.

સંખેડા-હાંડોદ રોડ ઉપર તા. 28 સપ્ટેમ્બરના મોડી સાંજે એક અજાણી મહિલાની ગળાના ભાગે અસ્ત્રો મારીને હત્યા કરાયેલી લાશ મળી હતી. જે બાબતે પોલીસ દ્વારા ગણતરીના સમયમાં જ મહિલા કોણ છે. તેની ભાળ મેળવી લીધી હતી. આ મહિલા બોડેલી તાલુકાના પતરા ગામની હતી. તેની હત્યા કૃરતાપુરવક હત્યા કોણે કરી એ શોધવા માટે પોલીસ દ્વારા ડોગ સ્કોર્ડ દ્વારા પણ પ્રયાસ કરાયો હતો. પેનલથી પી.એમ.પણ કરાયું હતું.

છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માના માર્ગદર્શન હેઠળ ડી.વાય.એસ.પી. એ.વી.કાટકડ, એલ.સી.બી.ઇ.પી.આઇ..એચ.એચ.રાઉલજી, બોડેલી સીપીઆઇ એ.એ.દેસાઇ તેઅજ સંખેડા પી.એસ.આઇ. એમ.એસ. સુતરીયા વિગેરે દ્વારા આ હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી. પોલીસ દ્વારા 5 ટીમો બનાવીને આરોપીઓને શોધવા માટે સંખેડા તરફ આવતા માર્ગોના સીસીટીવી ફૂટેજ ઉપરાંત કોલ ડીટેલ રેકોર્ડ પણ ચકાસી હતી.

જેમાં કોલ ડીટેલની ચકાસણીમાં મૃતક મહિલા લીલાબેન ભયલાલભાઇ બારીયા જેની સાથે વાતો થયેલી હતી. એ વ્યક્તીની પોલીસે તપાસ કરતા એ શખ્શ જાંબુઘોડાનો રમેશભાઇ મુલચંદભાઇ પંચાલ ઉ.વ. 54 હતો. જેની શુક્રવારે વહેલી સવારે પોલીસે બોડેલી ડેપો નજીકથી અટકાયત કરી હતી. અને તેની પૂછપરછ દરમિયાન તેણે લીલાબેન બારીયાની હત્યા કરી હોવાનું કબુલ્યું હતું. પ્રેમ સંબંધમાં તકરાર થતા હત્યા કરી હતી.

પતરા ગામની લીલાબેન ભયલાલભાઇ બારીયા સાથે જાંબુઘોડાના રમેશભાઇ મુલચંદભાઇ પંચાલને છેલ્લા પાંચ-છ મહિનાથી પ્રેમ સંબંધ હતો. લીલાબેન બારીયા અવાર-નવાર ફોન કરીને પૈસાની માંગણી કર્યા કરતી હતી. અત્યાર સુધી 12થી 13 હજાર રૂપિયા રમેશભાઇ લીલાબેનને આપી ચુક્યો હતો. વારંવારની પૈસાની માંગણીથી કંટાળીને હત્યા કરવાનું નક્કિ જ કરી નાખ્યું હતું. અને સંખેડા આવ્યા ત્યારે હત્યા કરી નાખી હતી.

error: Content is protected !!