માત્ર 19 યુવતી સંસારની ચમકદમક અને તમામ સુખો ત્યાગીને વેલેન્ટાઈન ડેના દિવસે દીક્ષા લેશે

રાજસ્થાનના છડાવદની આદિવાસી સમાજની 19 વર્ષની એક દિકરી સાધ્વી બનવા જઈ રહી છે. મોહનખેડા તીર્થ સંત સમુદાયમાં પ્રથમ વખત એવું બનશે, જ્યારે કોઈ આદિવાસી સમાજની યુવતી દિક્ષા ગ્રહણ કરીને સંયમના માર્ગે ચાલશે. પરિધિ વેલેન્ટાઈનના દિવસે એટલે કે 14 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં દિક્ષા ગ્રહણ કરશે. પરિધિનું બાળપણથી જ સાધ્વી બનવાનું સપનું હતું.

આ દિકરી ગામ છડાવદની રહેવાસી છે. પિતા વિજય સિંહ ડામોર અને માતા અનિતાની 4 દિકરીઓ અને 1 દિકરામાં તે સૌથી નાની છે. મોટો ભાઈ સંતોષ છે. ચાર દિકરીઓમાં જમના અને ગંગા જુડવા છે. ત્રીજી દિકરી સરસ્વતી છે.

બાળપણથી જ સાધુના કપડા તરફ આકર્ષિત થતી હતી
વિજય સિંહે જણાવ્યું કે પરિધિ નાની હતી, તો સાધુઓના કપડા જોઈને કહેતી હતી કે મારો આવો ડ્રેસ પહેરવો છે. તે છડાવદમાં ઉછરી છે. રાજગઢની મેલા મેદાનની સરકારી સ્કુલમાં ધો.10 સુધી અભ્યાસ કર્યો છે. મુમુક્ષુ પરિધિ કુમારીએ સાધ્વીની સેવા દરમિયાન જિમીકંદનો ત્યાગ કરીને જૈન સંસ્કારોને ગ્રહણ કર્યા. 19 મહીનામાં પર્યૂષણ પર્વ દરમિયાન એકાશના ઉપવાસ કર્યા. રોજ સવારે 5 વાગે ઉઠવું અને સાંજે પ્રતિક્રમણ કરવું તે પરિધિનું રૂટીન છે.

સંયમમાં રહીને આત્મા અને બીજાનું કલ્યાણ કરવું છે
પરિધિએ કહ્યું સંસારનું ભૌતિક સુખ છોડવા જેવું છે. સંયમમાં રહીને પોતાના આત્માનું કલ્યાણ કરીશ અને બીજાને કલ્યાણ કરવા માટે પ્રેરિત કરીશ. મેં પ્રતિક્રમણ, 9 સ્મરણ, સાધુ ક્રિયાના કર્તવ્ય, વૈરાગ્ય શતકનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.

સાથે જ ગીરનાર તીર્થ, પાલીતાણા તીર્થ, શંખેશ્વર તીર્થ, સમ્મેધ શિખર તીર્થ વગેરે તીર્થોની યાત્રાઓ કરી છે. સંત દીક્ષા આપનાર હિતેશ ચંદ્ર વિજયે કહ્યું કે જૈન સાધુ, સાધ્વી બનવા માટે કોઈ પણ જાતિ કે સમાજનો સભ્ય સંયમ અગીકાર કરી શકે છે. કુળને નહિ અમે સંસ્કારોને પ્રધાનતા આપી છે.

દાદાએ ઘણા લોકોને નશામાંથી મુક્ત કર્યા છે
વિજય ડામોરે જણાવ્યું કે પિતા રામસિંહે આચાર્ય ઋષભચંદ્ર સૂરીજીની પ્રેરણાથી ઘણા આદિવાસીઓને નશા મુક્તિનો સંકલ્પ લેવડાવ્યો છે. તેમણે બીડી, સિગરેટ, તમાકુ, દારૂનો ત્યાગ કરી દીધો છે. હવે તેમનો પરિવાર બીજાને પણ નશામાંથી મુક્ત કરવા માટે પ્રેરિત કરે છે.

error: Content is protected !!