વોર્નના મૃત્યુ અંગે ચોંકવનારા નિવેદનો, થાઈલેન્ડની મસાજ ગર્લે રૂમમાં શું-શું થયું એ જણાવ્યું, વિલાના સ્ટાફે…

શેન વોર્ને મૃત્યુ પહેલાં 4 થાઈલેન્ડની મહિલાઓ પાસે મસાજ કરાવ્યો હતો. તેવામાં હવે ડેઈલી મેલના રિપોર્ટ પ્રમાણે પોલીસે 4 મહિલામાંથી એક મસાજ ગર્લ સાથે ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન બોવી (મસાજ ગર્લનું નિકનેમ)એ મસાજ પહેલા અને પછીની તમામ સ્થિતિ જણાવી હતી. એટલું જ નહીં વિલાના CCTV ફુટેજ પરથી પણ શેન વોર્ને બપોરે ત્યાં શું કર્યું હતું એ અંગે માહિતી આપી છે. વળી બીજી બાજુ વિલા અને રિસોર્ટના સ્ટાફે અહીં ભૂત પ્રેત થતા હોવાથી લઈ અન્ય અનુભવો વિશે જણાવ્યું હતું. તો ચલો આપણે પેરામેડિક્સથી લઈ મસાજ ગર્લે જણાવેલી માહિતી પર નજર ફેરવીએ….

CCTV ફુટેજ પછી મસાજ ગર્લ સાથે ચર્ચા
ઓસ્ટ્રેલિયાના મહાન સ્પિનર શેન વોર્નના મોત બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેનું મોત કુદરતી રીતે જ થયું છે, જેમાં કોઈપણ પ્રકારની શંકાને સ્થાન નથી, પરંતુ આ દરમિયાન જુદાં-જુદાં ચિત્રો સામે આવી રહ્યાં છે. શેન વોર્ન થાઈલેન્ડના જે રિસોર્ટમાં રોકાયો હતો ત્યાંના CCTV ફૂટેજથી ખ્યાલ આવ્યો કે તે અને તેના મિત્રોને મસાજ કરવા માટે ચાર થાઈ મહિલાઓ આવી હતી.

CCTV ફુટેજમાં જે મસાજ ગર્લ હતી તેનું નિકનેમ બાવી છે. જેણે ડેઈલી મેલ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે અમે બપોરે 1.53 વાગ્યે મસાજ કરવા પહોંચ્યા હતા અને ત્યારપચી 2.58 સુધી વોર્નને બોડી મસાજ આપી અમે પરત ફરી ગયા હતા. આ દરમિયાન તે ઘણા ખુશ હતા અને તેમની તબિયત પણ સારી હતી.

વોર્ને મસાજની ભરપૂર મજા માણી- બોવી (થાઈ ગર્લ)
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે થાઈલેન્ડની ગર્લે શેન વોર્નના મસાજ દરમિયાનનો સમગ્ર ઘટનાક્રમ વર્ણવ્યો હતો. તેણે કહ્યું કે સૌથી પહેલા વોર્ને અમને આવકાર્યા અને તેઓ હળવા મૂડમાં હતા. ત્યારપછી તે મસાજ માટે ટોવેલ પહેરી બેડ પર ઊંઘી ગયા હતા.

અહીંથી મારી ટીમે તેમને સૌથી પહેલા બેક મસાજ આપવાનું શરૂ કર્યું હતું. અમારા મસાજથી વોર્ન પણ ઘણા ખુશ થઈ ગયા અને અમને સારી એવી ટીપ આપશે એવી વાત પણ કરી હતી.

એક કલાક સુધી મસાજ કર્યો, સારી ટીપ પણ મળી- બોવી
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બોવીએ જણાવ્યું કે અમે એક કલાક સુધી વોર્નનો મસાજ કર્યો હતો. આ દરમિયાન તે મસ્તી-મજાકના મૂડમાં હતા. અમારી સાથે તેમણે ઘણી વાતો કરી અને તેમની તબિયત પણ ઘણી સારી હતી.

મારી ટીમે જ્યારથી બેક મસાજ આપવાનું શરૂ કર્યું ત્યારથી તેઓ હળવા મૂડમાં હતા. અમને જરાય પણ લાગ્યું નહીં કે તેમને કઈ થવાનું હશે. એટલું જ નહીં થાઈલેન્ડની મસાજ ગર્લે પોલીસને વધુમાં જણાવ્યું કે એક કલાક સુધી ચાલેલા મસાજ પછી શેન વોર્ને અમને સારી એવી રકમ ટીપ તરીકે આપી હતી.

વિલા-રિસોર્ટના સ્ટાફે કહ્યું- અહીં ભૂત-પ્રેત હજુ પણ છે
ડેઈલી મેલના રિપોર્ટ પ્રમાણે વિલા-રિસોર્ટના સ્ટાફે જણાવ્યું કે અહીં ભૂત પ્રેત હજુ પણ થાય છે. અમારા મત મુજબ આ ચોંકવાનારી ઘટના પહેલા પણ અહીં ઘણા એવા અવિસ્મરણીય તથા ભૂત-પ્રેતના અનુભવો સ્ટાફને થયા છે. જોકે તેમણે મૃત્યુ પાછળ આ પ્રમાણેની ઘટના હોવાનો દાવો સ્પષ્ટપણે કર્યો નથી.

મસાજ પછી અમે જતા રહ્યા- થાઈ ગર્લ્સ, પેરામેડિક્સનો મૃત્યુ અંગે દાવો
થાઈલેન્ડની મસાજ ગર્લે કહ્યું કે અમે જ્યારે મસાજ કરીને ગયા ત્યારે વોર્ન તંદુરસ્ત હતા. પરંતુ ગણતરીના કલાકોમાં તેમના નિધનના સમાચાર સામે આવતા અમે બધા ચોંકી ગયા હતા. તો બીજી બાજુ પેરામેડિક્સ ટીમે જણાવ્યું કે શેન વોર્નનો મૃતદેહ મળ્યો તેની 45 મિનિટ પહેલા દિગ્ગજ ક્રિકેટરનું હાર્ટ એટેકથી નિધન થયું હોવાની માહિતી આપી છે.

 

error: Content is protected !!