ગે-કપલે લગ્ન કરી નવા જીવનની શરૂઆત કરી, જુઓ મહેંદી-રિંગ સેરેમનીથી લઈને ફેરા સુધીની તસવીરો

તેલંગાણા: તેલંગાણામાં પહેલીવાર ગે કપલ (સમલૈંગિક પુરુષ) સુપ્રિયો ચક્રવર્તી અને અભય ડાંગ તેમના 10 વર્ષના જૂના સંબંધોને આગળ વધારીને લગ્નના બંધનમાં બંધાયા છે. આ દિવસે સુપ્રિયોએ કહ્યું કે, તેમણે લગ્ન કરીને બધાને એક સ્ટ્રોંગ મેસેજ આપ્યો છે કે, ખુશ રહેવા માટે કોઈને મંજૂરીની જરૂર નથી. તેલંગાણામાં આ સમલૈંગિક પુરુષોનું પહેલું કપલ છે. આ બંનેના લગ્નમાં તેમના પરિવારજનોની પણ સહમતી છે.

જોકે હજી તેમના લગ્ન રજિસ્ટર કરાયા નથી પરંતુ તેમના સમારોહમાં પરિવારના અમુક લોકો અને મિત્રો ભેગા થયા હતા. સુપ્રિયો ચક્રવર્તી અને અભય ડાંગને તેમના માતા-પિતાએ પણ આશિર્વાદ આપ્યા છે.

ભારતમાં સમલૈંગિક લગ્ન ગેરકાયદે માનવામાં આવે છે ત્યારે આ કપલે બેન્ડ-બાજા સાથે ધામધૂમથી લગ્ન કહ્યા હતા. સમારોહમાં પરિવારજનોએ પણ ખુશી ખુશી ભાગ લીધો હતો.

સુપ્રિયો ચક્રવર્તી અને અભય ડાંગ છેલ્લાં એક દાયકાથી એકબીજાને ઓળખે છે. જ્યારે એ લોકોને લાગ્યું કે, તેઓ એકબીજાને ખૂબ પ્રેમ કરે છ%A

error: Content is protected !!