બિગ બોસ ફિનાલેમાં બધાને પછાડીને તેજસ્વી પ્રકાશે માર્યું મેદાન, બની વિજેતા, જાણો ઈનામમાં શું મળ્યું?

ટીવી રિયાલિટી શો બિગ બોસમાં તેજસ્વી પ્રકાશ સીઝન 15ની વિનર બની છે. ત્યારે પ્રતીક સહજપાલ ફર્સ્ટ રનર અપ રહ્યો છે. તેજસ્વીને ટ્રોફીની સાથે 40 લાખની પ્રાઇઝ મની પણ આપવામાં આવી છે. આ સીઝનમાં ટોપ 4માં કરણ કુંદ્રા અને નિશાંત ભટ્ટ પણ હતા. પરંતુ નિશાને ઓપ્શનમાં આપેલા 10 લાખ રૂપિયા લઈ શો છોડી દીધો હતો. દિવંગત સિદ્ધાર્થ શુક્લાને યાદ કરી સલમાન ખાન અને શહનાઝ બન્ને રડી પડ્યાં હતાં.

બિગબોસ 13ના વિનર અને દિવંગત એક્ટર સિદ્ધાર્થ શુક્લાને શહનાઝે ડાન્સ પર્ફોર્મન્સ દ્વારા ટ્રિબ્યૂટ આપ્યી હતી. આ પર્ફોર્મન્સની મદદથી શહનાઝે સિદ્રાર્થ સાથે 13મી સિઝનની સફરને યાદ કરી હતી. શહનાઝનું પર્ફોર્મન્સ જોઈને તમામ લોકો ભાવુક થઈ ગયા હતા.

બિગ બોસના મંચ પરથી નાગિન-6 અને તેની લિડ એક્ટ્રેસનું પણ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું. આ શોમાં બિગ બોસ 15ની વિનર તેજસ્વી પ્રકાશ જ નાગિનના રોલમાં જોવા મળશે અને આ શો એકતા કપૂર પ્રોડ્યૂસ કરશે.

કરણ કુન્દ્રા ફિનાલેના ટોપ 2માં જગ્યા ન બનાવી શકતા અને ઓછા વોટને કારણે બહાર થઈ ગયો હતો. કરણના બહાર જવાથી જ એક્સ કન્ટેસ્ટન્ટ અને તેના દોસ્ત ઉમરે સોશિયલ મીડિયા પોસ્ટ મૂકી તેના વખાણ કર્યા હતા. તેણે લખ્યું હતું કે, ‘કરણ તું બહુ સારું રમ્યો.

જીવનમાં ક્યારેક એવું પણ થાય કે જે તમે ઇચ્છતા હો તે મળતું નથી. આવું એટલા માટે નથી થતું કે તમે તે ડિઝર્વ નથી કરતાં, પરંતુ તમારા માટે એના કરતા પણ વધારે સારી તક તમારા માટે તૈયાર હશે.

શ્વેતા બિગ બોસ 15ના ગ્રાન્ડ ફિનાલેમાં સ્પેશિયલ પર્ફોર્મન્સના શૂટ માટે પહોંચી હતી. ત્યારબાદ તેને બિગ બોસ 15ના વિનરનું નામ પૂછતા તેણે કહ્યું કે, ‘તેજા હશે.’ શ્વેતાએ ત્યારબાદ અચાનક જ વાત બદલતા કહ્યું, ‘અરે, વિનર વિશે ન જણાવી શકાય યાર. તેજા હશે, શમિતા હશે અને તે બંનેમાંથી કોણ હશે… મારા ખ્યાલથી પ્રતિક હશે’

error: Content is protected !!