સુરેન્દ્રનગરમાં 3 માસ પહેલા વિદ્યાર્થિનીનું અપહરણ કરી નાશી ગયેલો લંપટ શિક્ષક પોલીસે આ રીતે દબોચી લીધો
સુરેન્દ્રનગરમાં વિશ્વાસ ટ્યૂશન ક્લાસિસમાં ટ્યુશન લેવા જતી 17 વર્ષીય વિદ્યાર્થીનીને સુનિલ દાવડા નામનો શિક્ષક લગ્ન કરવાના બહાને ભગાડી જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ બનાવ બાદ ન્યાય માટે માતા-પિતા વલખાં મારી રહ્યાં છે. જો કે 3 માસ પહેલા વિદ્યાર્થિનીનું અપહરણ કરી નાશી ગયેલો ટયૂશન ક્લાસિસનો લંપટ શિક્ષક પોલીસના હાથે ઝડપાઇ ગયો છે. ટ્યુશનમાં આવતી 16 વર્ષની સગીરા વિદ્યાર્થિનીનું અપહરણ કરી શિક્ષક નાસી છૂટ્યો હતો. સીટી પોલીસે અમદાવાદથી લંપટ શિક્ષકની અટકાયત કરી જેલ હવાલે મોકલી આપવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગરમાં એક ટ્યુશન ક્લાસિસમાં આવતી 16 વર્ષની સગીરા વિદ્યાર્થિનીનું અપહરણ કરી સુનિલ દાવડા નામનો લંપટ શિક્ષક નાસી છૂટ્યો હતો. જેને લઈ સુરેન્દ્રનગર પોલીસે લંપટ શિક્ષક વિરુદ્ધ પોસ્કો, દુષ્કર્મ અને અપહરણ સહિતના ગુના દાખલ કરી કાર્યવાહી શરૂ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પોલીસે લંપટ શિક્ષકથી વિદ્યાર્થિનીને છોડાવી અને 3 માસ બાદ માતા પિતા સાથે મિલન કરાવ્યું હતું. આ કેસમાં ઝડપાયેલા સુનિલ દાવડા નામના લંપટ શિક્ષકની વધુ તપાસ કરવા માટે પોલીસે કોર્ટમાં રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરી છે.
આજથી ત્રણ માસ અગાઉ સુરેન્દ્રનગરમાંથી સુનિલ દાવડા નામનો એક લંપટ શિક્ષક 16 વર્ષની સગીરા વિદ્યાર્થિનીનું અપહરણ કરી નાસી છૂટ્યો હતો. આ ઘટના બાદ આ સગીરાના રોકકડ અને આક્રંદ સાથેની રજૂઆતથી પોલીસે પણ તાકીદે એક્શનમાં આવીને કાર્યવાહી હાથ ધરી સગીરા સાથે લંપટ શિક્ષકને અમદાવાદથી દબોચી લીધો હતો.
ઉલ્લેખનીય છે કે આ મામલે પોલીસ કામગીરી ઉપર પણ અનેક પ્રકારના સવાલો ઉભા થયા હતા. ત્યારે વિદ્યાર્થીની માતાએ ભારે હૈયે જણાવ્યું હતું કે, મારી 17 વર્ષની દિકરીને ટ્યૂશન ક્લાસીસ ચલાવતો શિક્ષક ભગાડીને લઇ ગયો છે. એ જીવે છે કે મરી ગઇ છે એની પણ મને ખબર નથી. વિશ્વાસ ટ્યૂશન ક્લાસિસનો સુનિલ દાવડા નામનો શિક્ષક મારી દિકરીને ભગાડી ગયો છે.
હજી સુધી એની કોઇ ભાળ મળી નથી. હું બધાને પગે લાગીને વિનંતી કરૂ છુ કે, મારી દિકરીને મારી પાસે હાજર કરો’ આ મામલે માતા-પિતાએ 24 કલાકમાં શિક્ષક ન પકડાય તો આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારતાં જિલ્લા પોલીસ દોડતી થઇ હતી.