મળો, માધવીભાભી લઈને જેઠાલાલ સુધી, આવો છે ‘તારક મેહતા’ના કલાકારોનો REAL LIFE પરિવાર

મુંબઈઃ સબ ટીવીના પોપ્યુલર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવીની સૌથી ચર્ચિત અને લોકપ્રિય સિરિયલોમાંની એક છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની શરૂઆત 28 જુલાઇ 2008માં થઇ હતી. તાજેતરમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ તેના સફળ 13 વર્ષ પૂર્ણ કર્યા છે. તેમ છતા હજુ આ શોની પોપ્યુલારિટી યથાવત છે. આમ તો સીરિયલમાં તારક મહેતા અને તેમાં કામ કરનારા કલાકારોને તો બધા જાણે જ છે. પરંતુ આ કલાકારોની રિયલ ફેમિલી અંગે થોડા જ લોકો જાણે છે. આ સીરિયલમાં જેઠાલાલ અને અન્ય કેરેક્ટરની કેમિસ્ટ્રી દર્શકોને ખુબ જ પસંદ છે. ત્યારે આવો જાણીએ આ કલાકારોની રિયલ ફેમિલી વિશે.

દિશા વાકાણી…
શોમાં દયા ભાભીની ભૂમિકા ભજવનાર અભિનેત્રીનું નામ દિશા વાકાણી છે. દયા ભાભીનું પાત્ર શોના સૌથી લોકપ્રિય પાત્રોમાંનું એક રહ્યું છે. તમને જણાવી દઈએ કે દિશાએ વર્ષ 2015માં ઉદ્યોગપતિ મયુર પડિયા સાથે 37 વર્ષની ઉંમરે લગ્ન કર્યા હતા. આ લગ્નમાં શોના ઘણા કલાકારોએ હાજરી આપી હતી. જણાવી દઈએ કે મયુર અને દિશા એક દીકરીના માતા -પિતા છે. વર્ષ 2017માં, તેણે પુત્રી સ્તુતિને જન્મ આપ્યો. દીકરીના જન્મ બાદ તેણે શો છોડી દીધો હતો. તે છેલ્લા 4 વર્ષથી આ શોનો ભાગ નથી, જોકે ચાહકો હજુ પણ શોમાં તેની માંગણી કરે છે.

મુનમુન દત્તા…
શોમાં બબીતા ઐયરની ભૂમિકામાં જોવા મળતી અભિનેત્રીનું નામ મુનમુન દત્તા છે. બબીતાના પાત્રને પણ ઘણી લોકપ્રિયતા મળી છે અને મુનમુનને આ ભૂમિકામાં ખૂબ પસંદ કરવામાં આવી છે. મુનમુન દેખાવમાં પણ ખૂબ સુંદર અને આકર્ષક છે. તમને જણાવી દઈએ કે મુનમુનનું અભિનેતા અરમાન કોહલી સાથે અફેર હતું, જોકે તે 33 વર્ષની ઉંમરે પણ કુંવારી છે. મુનમુન તેની માતા સાથે મુંબઈમાં રહે છે.

દિલીપ જોશી…
અભિનેતા દિલીપ જોશી શોમાં જેઠાલાલ ગડાનું પાત્ર ભજવે છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલ વિશે બધા જાણે છે. તે શોના સૌથી વધુ ચર્ચામાં રહેનાર અભિનેતા છે. તે ઘણી બોલિવૂડ ફિલ્મોમાં પણ દેખાયા છે, જોકે તેને વાસ્તવિક, મોટી અને અવિશ્વસનીય ઓળખ સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’થી મળી છે. જણાવી દઈએકે 53 વર્ષીય દિલીપ જોશીની પત્નીનું નામ જયમાલા જોશી છે. બંનેને એક પુત્રી નિયતી અને એક પુત્ર ઋત્વિક છે. બંનેના લગ્નને 20થી વધુ વર્ષો થયા છે.

સોનાલિકા જોશી…
માધવી ભીડે ઉર્ફ સોનાલિકા જોશી પતિ સમીર અને દીકરી આર્યા સાથે.

શૈલેષ લોઢા…
હવે વાત કરીએ શૈલેષ લોઢાની, જે શોમાં ‘તારક મહેતા’ની ભૂમિકામાં જોવા મળે છે. શૈલેષ લોઢા માત્ર એક મહાન અભિનેતા જ નહીં પણ લોકપ્રિય કવિ પણ છે. શૈલેષની પત્નીનું નામ સ્વાતિ છે અને દંપતીને સ્વરા નામની પુત્રી છે. શૈલેષ સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના લોકપ્રિય કલાકારોમાંનો એક છે.

મંદાર ચંદવાદકર…
આપણે બધાએ આત્મારામ તુકારામ ભીડેની ભૂમિકામાં મંદાર ચંદવાદકર જોવા મળે છે. તેની પત્નીનું નામ સ્નેહલ છે. બંને એક પુત્ર પાર્થના માતા -પિતા છે. દરેક વ્યક્તિ શોમાં મંદાર એટલે કે આત્મારામ તુકારામ ભીડેના પાત્રથી ખૂબ સારી રીતે પરિચિત છે.

અમિત ભટ્ટ…
અભિનેતા અમિત ભટ્ટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ચંપક લાલ ગડાની ભૂમિકા ભજવે છે. વાસ્તવિક જીવનમાં, અમિત ભટ્ટની પત્ની ખૂબ સુંદર અને ગ્લેમરસ છે. તેની પત્નીનું નામ કૃતિ છે. તે સુંદરતાના મામલામાં ટીવી અભિનેત્રીઓને ટક્કર મારે છે. જણાવી દઈએ કે અમિત અને કૃતિ જોડિયા પુત્રોના માતા-પિતા છે.

શ્યામ પાઠક
પત્રકાર પોપટલાલ ઉર્ફ શ્યામ પાઠક પત્ની રેશમી, દીકરી નિયતી અને દીકરા પાર્થ સાથે.

error: Content is protected !!