‘તારક મહેતા..’માં થઈ નવા પાત્રની એન્ટ્રી, ગ્લેમરસ માં ‘બબીતા’ને આપે છે જોરદાર ટક્કર, તસવીરોએ મચાવ્યો હંગામો

મુંબઈ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં મુનમુન દત્તા, સુનૈના ફોજદાર ગ્લેમરસ ને સ્ટાઇલિશ જોવા મળે છે. હવે આ શોમાં નવી એક્ટ્રેસની એન્ટ્રી થઈ છે. શોમાં અર્શી ભારતી શાંડિલ્ય જોવા મળે છે. આજકાલ અર્શીની ઘણી જ ચર્ચા થઈ રહી છે. અર્શી પોતાની સુંદરતાને કારણે ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે

સિરિયલમાં શું રોલ છે?
અર્શી ભારતી સિરિયલમાં તારક મહેતા (શૈલેષ લોઢા)ના બોસ રાકેશ બેદીની સેક્રેટરીના રોલમાં છે. અર્શી ભારતીની સુંદરતાની તુલના બબીતા એટલે કે મુનમુન દત્તા સાથે કરવામાં આવે છે.

પહેલાં તો એવી ચર્ચા થતી હતી કે અર્શી ભારતી બબીતાનો રોલ પ્લે કરશે. જોકે, એ માત્ર અફવા હતી. અર્શીએ આ સિરિયલથી ટીવી ડેબ્યૂ કર્યું છે.

કોણ છે અર્શી?
22 વર્ષીય અર્શી ભારતીનો જન્મ ઝારખંડના જમશેપુરમાં 2 માર્ચ, 1999માં થયો છે. અર્શીના પિતા રાજેશ ભારતી જ્યોતિષ છે અને તેની માતા સુનીતા ભારતી રિજનલ સિંગર છે. અર્શીને હંમેશાં પેરેન્ટ્સ તરફથી એક્ટિંગ કરિયરમાં સપોર્ટ મળ્યો છે.

અર્શીએ જમશેદપુરની રાજેન્દ્ર વિદ્યાલયમાંથી સ્કૂલિંગ કર્યું છે. સ્કૂલિંગ બાદ અર્શીએ મુંબઈની વ્હિસલિંગ વુડ્સમાં એડમિશન લીધું હતું. ફિલ્મમેકિંગનો સર્ટિફેકટ કોર્સ પણ કર્યો છે. આ ઉપરાંત તેણે કિશોર નમીત કપૂરની એક્ટિંગ સ્કૂલમાંથી ડિપ્લોમા કર્યો છે.

અર્શીએ અર્જુન કપૂર તથા ક્રિતિ સેનનની ફિલ્મ ‘પાનીપત’માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં અર્શીએ ક્રિતિ સેનનની બહેનપણીનો રોલ કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અર્શી ભોજપુરી એક્ટર રવિ કિશન સાથે ફિલ્મ ‘લાલ ડિગ્ગી’માં કામ કરી રહી છે. આ ઉપરાંત તેની પાસે અન્ય બે ફિલ્મ પણ છે.

error: Content is protected !!